________________
૧૯૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૬, ૭ ભાવાર્થ :
વાયુ નામના કોઈ દર્શનકારશ્રી એક નયની દૃષ્ટિથી વાસિત હોવાથી કહે છે – જેમને દીક્ષા આપવી હોય તે દીક્ષા લેનાર પુરુષમાં શાસ્ત્રકારે જેટલા ગુણો કહ્યા છે અને જે દીક્ષા આપનાર ગુરુ છે તેના માટે શાસ્ત્ર જેટલા ગુણો કહ્યા છે તે ગુણોવાળા જ દીક્ષા લેવા માટે અને દીક્ષા આપવા માટે અધિકારી છે, પરંતુ દીક્ષા લેનારના કે દીક્ષા આપનારના બતાવેલા ગુણોમાંથી કોઈપણ ગુણમાં ન્યૂનતા હોય તો તે દીક્ષા લેનાર કે દીક્ષા આપનાર અધિકારી નથી અર્થાત્ પૂર્ણ ગુણથી યુક્ત જ પુરુષ દીક્ષા લેવા માટે અને પૂર્ણ ગુણથી યુક્ત જ ગુરુ દીક્ષા આપવા માટે અધિકારી છે. II/૨૩શા અવતરણિકા :
વેત ? ફટાદ - અવતરણિકાર્ય :
કેમ પૂર્ણ ગુણથી યુક્ત જ દીક્ષા આપવાના અધિકારી છે ? એથી કહે છે – સૂત્ર:
समग्रगुणसाध्यस्य तदर्द्धभावेऽपि तत्सिद्ध्यसम्भवाद् ।।७/२३३।। સૂત્રાર્થ -
સમગ્ર ગુણથી સાધ્યની=સમગ્ર ગુણથી સાધ્ય એવા કાર્યની તેના અર્ધભાવમાં પણ કારણ ગુણના અર્ધભાવમાં પણ, તેની સિદ્ધિનો અસંભવ છે કાર્યની સિદ્ધિનો અસંભવ છે. ll૭/૨૩૩ll ટીકા -
'समग्रगुणसाध्यस्य' कारणरूपसमस्तगुणनिष्पाद्यस्य कार्यस्य तदर्द्धभावेऽपि' तेषां गुणानामर्द्धभावे उपलक्षणत्वात् पादहीनभावे च 'तत्सिद्ध्यसंभवात् तस्माद्' गुणार्धात् पादोनगुणभावाद्वा या 'सिद्धिः' निष्पत्तिः तस्या 'असंभवाद्' अघटनात्, अन्यथा कार्यकारणव्यवस्थोपरमः प्रसज्यत इति T૭/૨૩૩ાા
ટીકાર્ય :
“સમપ્રભુ સાધ્યસ્થ' ... પ્રસત રૂત્તિ છે. સમગ્ર ગુણસાધ્યની કારણરૂપ સમસ્ત ગુણથી નિષ્પાદ્ય એવા કાર્યની, તેના અર્ધભાવમાં પણ=કારણ ગુણના અર્ધભાવમાં પણ, અને ઉપલક્ષણથી પા ભાગ હીત એવા પોણા ભાગમાં પણ, તેની સિદ્ધિનો અસંભવ છે=કાર્યની નિષ્પત્તિનો અસંભવ છે. ‘તત્સિદુથ્વસંમવાનો સમાસ સ્પષ્ટ કરે છે –