________________
૨૧૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૧ કાર્યને ઉચિત યથાર્થ વિધિનું જ્ઞાન કરીને શક્તિના પ્રકર્ષથી તે રીતે યત્ન કરે છે, જેથી તેઓની ગ્રહણ કરાયેલી પ્રવજ્યા પ્રકૃષ્ટથી ગુણવૃદ્ધિને અનુકૂળ બને છે.
જેમ અસાધારણ ગુણવાળા જીવો વિશિષ્ટ એવા ઉત્તમ કુલ આદિમાં થયેલા હોવાથી અત્યંત માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય છે. તેથી ભવના સ્વરૂપનો યથાર્થ નિર્ણય સૌપ્રથમ કરે છે અને ભવથી અતીત એવી મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો નિર્ણય કરે છે અને ભવના કારણનો ઉચ્છેદ થાય તો તે સુંદર અવસ્થાની પ્રાપ્તિ થાય તેવો સ્થિર નિર્ણય કરીને ભવના કારણભૂત સંગની પરિણતિ સતત ક્ષીણ ક્ષીણતર થાય તે રીતે જ ભગવાને કહેલ પ્રવજ્યાના સર્વ આચારોને પાળે છે, જેથી તેવા અસાધારણ ગુણવાળા જીવો અવશ્ય કલ્યાણના ઉત્કર્ષના નિષ્પાદક બને છે અને જેમાં તે અસાધારણ ગુણ જ ચોથા ભાગના ન્યૂન હોય અર્થાત્ સંખ્યાની અપેક્ષાએ ન્યૂન હોય તેના કારણે યોગમાર્ગનો સ્થિર નિર્ણય કરીને ઉત્તમ પુરુષોમાં મહાધૈર્યપૂર્વક યોગમાર્ગમાં ચાલવાને અનુકૂળ જે અસાધારણ સત્ત્વ છે તેની અપેક્ષાએ ચોથા ભાગનું ન્યૂન સત્ત્વ છે તેઓ દીક્ષા માટે મધ્યમ યોગ્ય છે.
આર્યદેશઉત્પન્ન આદિ સર્વ ગુણોથી યુક્ત એવા ઉત્તમ પુરુષોમાં મહાધૈર્યપૂર્વક યોગમાર્ગમાં ચાલવાને અનુકૂળ જે અસાધારણ સત્ત્વ છે તેની અપેક્ષાએ જેઓમાં અર્ધા ભાગે ન્યૂન સત્ત્વ છે તેઓ દીક્ષા માટે જઘન્ય યોગ્ય છે. આથી જ મધ્યમયોગ્યતાવાળા અને જઘન્ય યોગ્યતાવાળા જીવો પોતાની યોગ્યતાની અલ્પતાને કારણે અનેક સ્કૂલનાઓથી પણ ચારિત્ર પાળીને આત્મહિત સાધી શકે છે તોપણ ઉત્કૃષ્ટ યોગ્યતાવાળા જીવોની જેમ તીવ્ર વેગથી ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી.
ગ્રંથકારશ્રીએ સ્વસિદ્ધાંત અનુસાર પ્રવૃત્તિને યોગ્ય જીવોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. હવે પૂર્વમાં વાયુ આદિના જે મતો બતાવ્યા તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે –
વાયુ આદિ સાત મત કોઈક અપેક્ષાએ યથાર્થ છે; કેમ કે તે તે નયષ્ટિથી તે તે સ્થાનમાત્રને જ જોનારા છે, તોપણ તે સર્વ મતવાળા પોતાનું વચન એકાંતે સ્વીકારે છે, તેથી તેનાથી અન્ય મતવાળા, અન્ય દૃષ્ટિથી તેના મતનું નિરાકરણ કરે છે માટે તે મતો પોતપોતાના સ્થાને પ્રવજ્યા આદિને યોગ્ય જીવોનું સ્વરૂપ બતાવનારા હોવા છતાં એકાંતવાદી હોવાથી અનાદરણીય જ છે. છતાં તે તે સ્થાનને આશ્રયીને તે તે મત ઉચિત છે તેવો બોધ કરાવવા અર્થે જ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ તે તે મતો બતાવ્યા છે.
વળી, વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેન દ્વારા દીક્ષા આપવા માટે જેનામાં યોગ્યતા છે તેને જ સ્વીકારે છે અને તે યોગ્યતા અસાધારણ ગુણરૂપ છે કે નહિ તે વિષયમાં તેઓએ કંઈ સ્પષ્ટતા કરી નથી, તેથી ટીકાકારશ્રી કહે છે –
જો તેઓ યોગ્યતાનો અર્થ અસાધારણ ગુણ સ્વીકારે તો તેઓએ અમારો જ મત સ્વીકાર્યો છે; કેમ કે અસાધારણ યોગ્યતાવાળા જીવો કલ્યાણના ઉત્કર્ષના સાધક છે અને તે અસાધારણ ગુણોમાં જ ન્યૂનતાને આશ્રયીને મધ્યમ અને જઘન્ય દીક્ષા લેવાને યોગ્ય જીવો છે અને જો વિશ્વ આદિ ત્રણે મતોવાળામાંથી કોઈ પણ મતવાળા યોગ્યતાનો અર્થ અસાધારણ ગુણ ન સ્વીકારે અને કહે કે ભવથી વિરક્ત થઈ પ્રવ્રજ્યાને