________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૫, ૧૬
૨૦૫ ટીકાર્ય :
“જુનત્રા' ... સિદ્ધતિ | ગુણમાત્રથી યોગ્યતા માત્રરૂપ ગુણમાત્રથી=પ્રવ્રજ્યાને અનુકૂળ એવી યોગ્યતા નહિ હોવા છતાં પ્રાથમિક ભૂમિકાની યોગ્યતા માત્રરૂપ ગુણમાત્રથી, ગુણાન્તરતા=તેવા પ્રકારના ગુણોત્તરના=પ્રવ્રજ્યાના પાલનથી પૂર્વ કરતાં કંઈક વિશેષ પ્રકારના ગુણોત્તરના ભાવમાં પણ ઉત્કર્ષનો અયોગ છે=પ્રવ્રયાથી નિષ્પાઘ એવા ઉત્કૃષ્ટ ગુણનો અસંભવ છે. અન્યથા યોગ્યતામાત્રનો પ્રાયઃ કરીને સર્વ પ્રાણીઓમાં સંભવ હોવાથી ઉત્કૃષ્ટ ગુણનો પ્રસંગ હોવાથી કોઈ સામાન્યગુણવાળો ન થાય. આથી વિશિષ્ટ જ યોગ્યતા ગુણઉત્કર્ષની સાધિકા છે એ પ્રમાણે સિદ્ધ થયું.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૫/૨૪૧૫ ભાવાર્થ
સમ્રાટ ઋષિએ જે કહ્યું તે યુક્ત નથી તેમ નારદઋષિ કહે છે. તેમાં યુક્તિ આપે છે કે પ્રવજ્યા લેનાર કોઈ જીવમાં સામાન્ય યોગ્યતારૂપ ગુણ હોય તેનાથી તેને તેવા પ્રકારના ગુણાન્તરની પ્રાપ્તિ હોવા છતાં તે પ્રવજ્યાના પાલનથી ઉત્કર્ષનો અયોગ છે. માટે પ્રવ્રજ્યાના ઉત્કર્ષના ફળ અર્થે ઉત્કૃષ્ટ યોગ્યતાની અપેક્ષા છે અને જેમાં તેવી ઉત્કૃષ્ટ યોગ્યતા નથી તેઓને પ્રવ્રજ્યાથી કંઈક ગુણાન્તર થવા છતાં પ્રવ્રજ્યાથી નિષ્પાદ્ય ઉત્કૃષ્ટ ગુણો થઈ શકે નહિ. માટે સમ્રાટે કહ્યું કે “કાર્યનો સંભવ થાય એવા ગુણોથી શ્રેયની નિષ્પત્તિ છે તેમ કહેવું ઉચિત નથી પરંતુ ઉત્કૃષ્ટ ગુણવાળા જીવોને જ પ્રવ્રયાથી ઉત્કૃષ્ટ શ્રેય પ્રાપ્ત થાય છે. અને અલ્પગુણવાળા જીવોને તેનાથી અલ્પગુણાન્તરનો લાભ થઈ શકે પરંતુ ઉત્કૃષ્ટ શ્રેય થઈ શકે નહિ. માટે શ્રેયના અર્થીએ વિશિષ્ટ યોગ્યતાને પ્રાપ્ત કરીને પ્રવજ્યા ગ્રહણ કરવી જોઈએ, જેથી ગુણના ઉત્કર્ષની સિદ્ધિ થાય.II૧૫/૨૪૧
સૂત્ર:
સોડવેવમેવ મવતીતિ વસું: T૦૬/ર૪રા. સૂત્રાર્થ :
તે પણ ગુણનો ઉત્કર્ષ પણ, આ રીતે જsઉત્તર ઉત્તર ગુણોની નિષ્પત્તિ દ્વારા જ, થાય છે એ પ્રમાણે વસુ કહે છે. ll૧૬/૨૪રાા
ટીકા :
'सोऽपि' गुणोत्कर्षः, किं पुनर्गुणमात्राद् गुणान्तरसिद्धिः इति अपिशब्दार्थः, 'एवमेव' पूर्वगुणानामुत्तरोत्तरगुणारम्भकत्वेन 'भवति' निष्पद्यते, निर्बीजस्य कस्यचित् कार्यस्य कदाचिदप्यभावात् 'इति' एतद् 'वसुः' समयप्रसिद्धो राजविशेषो निगदति, एष च मनाग् व्यासमतानुसारीति પ૬/૨૪૨