________________
૧૯૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૪ | સૂત્ર-૭, ૮ તેનાથીeગુણ અર્ધથી કે પા ભાગ ચૂત ગુણના ભાવથી જે સિદ્ધિ છે જે નિષ્પત્તિ પ્રસ્તુત એવા પૂર્ણ ગુણોરૂપ કારણથી અપેક્ષિત છે તેનો, અસંભવ છે. અન્યથાતેવું ન સ્વીકારો તો, કાર્ય-કારણની વ્યવસ્થાનો લોપ પ્રાપ્ત થશે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. l/૨૩૩ ભાવાર્થ :
વાયુ નામના ચિંતક કહે છે – કાર્ય હંમેશાં કારણથી થાય છે અને કારણમાં કાર્યને અનુરૂપ પૂર્ણ ગુણો ન હોય તો તે કારણથી અપેક્ષિત એવું કાર્ય નિષ્પન્ન થતું નથી. માટે દીક્ષા લેવાને યોગ્ય પુરુષના જે ગુણો શાસ્ત્રકારે કહ્યા છે તેમાંથી કોઈપણ ગુણ ન્યૂન હોય તો તે દીક્ષા લેવા માટે અધિકારી નથી. અને દીક્ષા આપવા માટે જે ગુરુના ગુણો કહ્યા છે તેમાંથી કોઈપણ ગુણ ન્યૂન હોય તો તે દીક્ષા આપવા માટે અધિકારી નથી. માટે પૂર્ણગુણવાળો પુરુષ દીક્ષા લેવા માટે યોગ્ય છે અને પૂર્ણગુણવાળો ગુરુ જ દીક્ષા આપવા માટે યોગ્ય છે. આ કથન કોઈક નયદષ્ટિથી સત્ય છે, એકાંત સત્ય નથી; કેમ કે પૂર્ણગુણવાળો જે રીતે હિત સાધી શકે તે રીતે પ્રાયઃ અન્ય જીવો તે પ્રકારે હિત સાધી શકતા નથી તોપણ તે સ્વીકારમાં એકાંત નથી. II૭૨૩૩.
સૂત્ર :
નૈફ્લેમિતિ વાલ્મીવિઃ II૮/૨૩૪
સૂત્રાર્થ :
આ=વાયુએ કહ્યું એ, એ પ્રમાણે નથી જ એ પ્રમાણે વાલ્મીકિ ઋષિ કહે છે. Iટ/ર૩૪ll ટીકા -
ન' નેવ‘તત' વાવૃમિતિ પતિ પ્રદિ ‘વાલ્મીવિ:'વત્નીવોમવઃ ઋષિવિશેષ: I૮/૨૩૪ ટીકાર્ચ -
‘ર'. વિશેષઃ || આ વાયુએ કહ્યું એ, એ પ્રમાણે નથી જ એ પ્રમાણે વાલ્મીકિ ઋષિ કહે છે=વલ્મીકમાંથી ઉદ્ભવ એવા ઋષિવિશેષ કહે છે. I૮/૨૩૪ ભાવાર્થ -
વાયુ નામના ચિંતકે કહેલું કે પૂર્ણગુણવાળા પુરુષ જ દીક્ષા માટે યોગ્ય છે અને પૂર્ણગુણવાળા ગુરુ જ દીક્ષા આપવા માટે અધિકારી છે અન્ય નહીં, એ વસ્તુ એ પ્રમાણે નથી એમ વાલ્મીકિ કહે છે અર્થાત્ વાયુનું તે વચન પ્રમાણિક નથી. II૮/૨૩૪