________________
૧૯૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-પ ભાવાર્થ :
ઉત્સર્ગથી પ્રવ્રયાયોગ્યના બધા ગુણો દીક્ષા લેનારમાં હોય અને ગુરુયોગ્ય એવા બધા ગુણો દીક્ષા આપનારમાં હોય તે એકાંતે શ્રેય છે, તેથી ઉત્સર્ગમાર્ગ છે. આમ છતાં પણ ગુણોથી યુક્ત પરંતુ કાંઈક ગુણોથી ન્યૂનતાને કારણે દીક્ષા આપવામાં ન આવે તો તે જીવનું હિત થઈ શકે નહિ અને કાળના દોષને કારણે સર્વગુણોથી યુક્ત ગુરુ ન મળે તોપણ ઘણા ગુણોથી યુક્ત ગુરુને સ્વીકારવાથી હિત થઈ શકે, તેથી તેવા સંયોગમાં દીક્ષા લેનારના હિત અર્થે અપવાદમાર્ગને બતાવે છે – સૂત્રઃ
પવાર્બાદીની મધ્યમવર તાલ/રરૂછા
સૂત્રાર્થ :
પાદથી અથવા અર્ધગુણથી હીન, મધ્યમ અને જધન્ય દીક્ષા આપનાર અને દીક્ષા લેનાર જાણવા. પ/૨૩૧II ટીકા - _ 'पादेन' चतुर्थभागेन 'अर्द्धन' च प्रतीतरूपेण प्रस्तुत गुणानां हीनौ' न्यूनौ प्रव्राज्यप्रव्राजको 'मध्यमाऽवरौ' मध्यमजघन्यो क्रमेण योग्यौ स्यातामिति ।।५/२३१।। ટીકાર્ય :
પાન' .... ચાતામિતિ | પાદથી ચતુર્થભાગથી અને પ્રતીતરૂપ એવા અર્ઘભાગથી પ્રસ્તુત ગુણોતી હીનતામાં=ન્યૂનતામાં પ્રવ્રથા લેનાર અને પ્રવજ્યા આપનાર મધ્યમ અને અપર જાણવા=મધ્યમ અને જઘન્ય ક્રમથી યોગ્ય જાણવા.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. i૫/૨૦૧૫ ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કરાયેલા ૧૬ ગુણો જેમાં હોય તેવો જીવ સંયમ લેવા માટે અત્યંત યોગ્ય છે અને પૂર્વમાં વર્ણન કર્યું એવા ૧૫ ગુણો ગુરુમાં હોય તો તે દીક્ષા આપવા માટે અત્યંત યોગ્ય છે, તેથી તેવા ઉત્તમ ગુરુને પામીને પૂર્ણ યોગ્યતાવાળો દીક્ષા લેનાર જીવ એકાંતે હિતને સાધી શકે છે, તેથી ઉત્સર્ગથી તેવા જ જીવો દીક્ષા લેવા યોગ્ય છે અને ઉત્સર્ગથી તેવા જ ગુરુ દીક્ષા આપવાના અધિકારી છે અને કાળના દોષના કારણે દિક્ષા લેનાર જીવ ભવવિરક્ત આદિ અનેક ભાવો ધરાવતા હોય છતાં કોઈક અલ્પગુણોની ખામીના કારણે તેઓને અપવાદથી દીક્ષા અપાય છે તેમાં જે ૧૩ ગુણો કહ્યા તે ગુણોમાંથી ચોથા ભાગના ગુણોથી હીન હોય તો તે દીક્ષા લેનાર મધ્યમ કક્ષાની યોગ્યતાવાળો કહેવાય અને અર્ધા ભાગના ગુણોથી હીન હોય તે દીક્ષા લેનાર જઘન્ય યોગ્યતાવાળો કહેવાય. અને તેવા જીવો દીક્ષા લીધા પછી વિશેષ પ્રકારના ગુરુના શ્રમથી