________________
૧૯૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૪, ૫ અને વયથી પરિણત, અત્યંત પ્રાજ્ઞ એવા ગુરુ દીક્ષા આપવાને યોગ્ય છે. ૧૫૦।।” (ઉપદેશપદ૦ ૮૫૧-૮૫૨)
(૫) તેનાથી જ=સમ્યગ્ રીતે શાસ્ત્ર ભણેલા હોવાથી જ, જે વિમલતર બોધ=શેષ એવા સમ્યગ્ ભણેલા આગમની અપેક્ષાએ સ્પષ્ટતર પ્રજ્ઞાનું ઉન્મીલન, તેના કારણે તત્ત્વવેદી=જીવાદિ વસ્તુના જાણનારા (૬) ઉપશાંત=મન-વચન-કાયાના વિકારોથી રહિત (૭) પ્રવચનના વાત્સલ્યવાળા યોગ્યતાને અનુરૂપ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વર્ણ રૂપ શ્રમણ સંઘના હિતને કરનારા, (૮) સત્ત્વહિતમાં રત=તે તે પ્રકારના ચિત્ર ઉપાયના સેવન દ્વારા સામાન્યથી સર્વજીવોના પ્રિયને કરવામાં પરાયણ. (૯) આદેય=બીજાને ગ્રાહ્ય વચનની ચેષ્ટાવાળા (૧૦) અનુવર્તક=જુદા જુદા સ્વભાવવાળા જીવોના ગુણાન્તરના આધાનની બુદ્ધિથી યોગમાર્ગમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા, (૧૧) ગંભીર=ોષતોષ આદિ અવસ્થામાં પણ અલબ્ધ મધ્યવાળા. (૧૨) અવિષાદી=પરીષહાદિથી અભિભૂત કાયરક્ષણાદિમાં દીનતાને નહિ પામનારા (૧૩) ઉપશમલબ્ધિ આદિથી સંપન્ન=બીજાને કષાયોથી ઉપશાંત કરવાના સામર્થ્યવાળા. આદિ શબ્દથી ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિનું ગ્રહણ છે, તેથી તે લબ્ધિઓથી સમન્વિત છે. (૧૪) પ્રવચનાર્થવક્તા=જે પ્રમાણે આગમના પદાર્થો રહેલા છે તે પ્રમાણે અર્થને બતાવનારા (૧૫) સ્વગુરુથી અનુજ્ઞાત ગુરુપદવાળા=સ્વગચ્છના નાયક એવા સ્વગુરુથી સમારોપિત આચાર્ય પદવીવાળા. ‘વ’કાર શબ્દ ગુરુનાં બધાં વિશેષણનાં સમુચ્ચયમાં છે.
‘કૃતિ’ શબ્દ ગુરુના ગુણોની મર્યાદાનું સૂચક છે.
અહીં પ્રવ્રજ્યાયોગ્યતા ૧૬ ગુણો, વળી ગુરુનાં ૧૫ ગુણો નિરૂપિત કરાયા. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૪/૨૩૦॥
ભાવાર્થ:
ગુણવાન ગુરુ પ્રવ્રજ્યા આપીને શિષ્યોને મોક્ષમાર્ગમાં દૃઢ પ્રવર્તાવી શકે તેવી શક્તિવાળા હોય તો જ ગુરુપદને યોગ્ય છે. અન્યથા પોતાનામાં આરાધક ભાવ હોય તો પોતે આરાધના કરી શકે પરંતુ અન્યને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે નહિ, તેથી કલ્યાણના અર્થી દીક્ષા લેનારને ગુરુના ગુણોનું પરિક્ષાન કરીને એવા યોગ્ય ગુરુ પાસે જ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, જેથી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. તેવા ગુરુ માટે પ્રસ્તુત સૂત્રમાં ૧૫ ગુણો બતાવેલ છે. તેવા ગુણવાળા, કાળને ઉચિત ગુરુ પાસે દીક્ષા લેવી જોઈએ. ||૪/૨૩૦||
અવતરણિકા :
उत्सर्गपक्षश्चायम्, अथात्रैवापवादमाह
--
અવતરણિકાર્ય :
અને આ=દીક્ષા લેનારના અને દીક્ષા આપનારના જે ગુણો બતાવ્યા છે એ, ઉત્સર્ગમાર્ગ છે. હવે આમાં જ=દીક્ષા લેનાર અને દીક્ષા આપનારમાં જ, અપવાદને કહે છે
-