________________
૧૯૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ / સૂગ-૩ 'कर्ममलो' ज्ञानावरणमोहनीयादिरूपो यस्य स तथा, 'तत एव विमलबुद्धिः' यत एव क्षीणप्रायकर्ममलः तत एव हेतोः 'विमलबुद्धिः' निर्मलीमसमतिः, प्रतिक्षणं मरणमिति समयप्रसिद्धावीचिमरणापेक्षयेति, પચતે ર –
"यामेव रात्रिं प्रथमामुपैति गर्भे वसत्यै नरवीर ! लोकः । તત: મૃત્યવૃત્તિતપ્રયાળ: સ પ્રત્યાં મૃત્યુસમીપતિ ૨૪૮ા” ] 'नरवीर' इति व्यासेन युधिष्ठिरस्य संबोधनमिति । 'दारुणो विपाको' मरणस्यैवेति गम्यते, सर्वाभावकारित्वात्तस्येति । 'प्रागपि' इति प्रव्रज्याप्रतिपत्तिपूर्वकाल एवेति । 'स्थिर' इति प्रारब्धकार्यस्यापान्तराल एव न परित्यागकारी । 'समुपसम्पन्न' इति 'समिति' सम्यग्वृत्त्या सर्वथाऽऽत्मसमर्पणरूपया 'उपसंपन्नः' सामीप्यमागत इति ।।३/२२९॥ ટીકાર્ચ -
હત સર્વ સામીણમત રૂત્તિ છે. આ સર્વ=પ્રવ્રયાયોગ્યના ૧૬ ગુણો કહ્યા એ સર્વ, સુગમ છે, પરંતુ “અદ' એ શબ્દ આનંતર્થ અર્થમાં છે='હવે'ના અર્થમાં છે. પ્રવ્રજત પાપથી પ્રકર્ષ દ્વારા શુદ્ધચરણયોગોમાં, વ્રજન=ગમન, પ્રવ્રજ્યા છે. તેને યોગ્ય એ પ્રવ્રયાયોગ્ય જીવ છે. કેવા પ્રકારનો છે ? એથી કહે છે –
આર્યદેશમાં ઉત્પન્ન છે=મગધ આદિ સાડા છવ્વીસ મંડલના મધ્યમાં પ્રાપ્ત થયેલા જન્મવાળો છે. અને વિશિષ્ટ જાતિ કુલથી અવિત છે=વિશુદ્ધ વિવાહયોગ્ય ચાર વર્ણ અંતર્ગત માતૃ-પિતૃપક્ષરૂપ જાતિથી અને કુલથી સંપન્ન છે. અને ક્ષીણપ્રાય કર્મમલવાળો છે. અર્થાત્ નાશ પામ્યા છે જ્ઞાનાવરણમોહનીય આદિ રૂપ કર્મમલ પ્રાયઃ કરીને જેમને તે, તેવા છે=ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે, તેથી જ વિમલબુદ્ધિવાળા છે=જે કારણથી જ ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે તે જ હેતુથી વિમલબુદ્ધિવાળા છે. પ્રતિક્ષણ મરણ શાસ્ત્ર પ્રસિદ્ધ આવી ચિમરણની અપેક્ષાએ છે=આયુષ્યના પ્રતિક્ષણ થતા ક્ષયરૂપ આવી ચિમરણની અપેક્ષાએ છે અને કહેવાય છે –
“જે જ રાત્રીને પ્રથમ ગર્ભમાં વસવા માટે હે નરવીર ! લોક પ્રાપ્ત કરે છે ત્યારથી માંડીને અખલિત પ્રયાણ તે પુરુષ પ્રતિદિવસ મૃત્યુ સમીપે કરે છે. I૧૪૮" ().
ઉદ્ધરણના શ્લોકમાં નરવીર એ શબ્દ વ્યાસ દ્વારા યુધિષ્ઠિરને સંબોધન છે. મરણનો જ દારુણ વિપાક છે; કેમ કે તેનું મરણનું, સર્વ અભાવકારીપણું છે=પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં જે કાંઈ અર્થ ઉપાર્જન કરીને અનુકૂળ સામગ્રીનો સંચય કર્યો છે તે સર્વના અભાવને કરનારું મૃત્યુ છે, આથી દારુણ વિપાકવાળું છે.