________________
૧૮૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪/ શ્લોક-૨ हेत्वन्तरसमुच्चये, इयमपि कुत इत्याह-'सम्यक्चारित्ररागतः' निर्व्याजचारित्राभिलाषात्, इदमुक्तं भवति-सदाज्ञाराधनायोगात् यका भावशुद्धिः या च सम्यक्चारित्रानुरागतः उपायसम्प्रवृत्तिः अणुव्रतादिपालनरूपा ताभ्यामुभाभ्यामपि हेतुभ्यां चारित्रमोहनीयेन मुच्यते, न पुनरन्यथेति
નારા
ટીકાર્ચ -
સત્પુ નરાતિ / સુંદર અલંકિત જે આજ્ઞાનું આરાધન તેનો યોગ-સાધુધર્મના અભ્યાસ માટે અસમર્થ એવા પુરુષ વડે આદિમાં શ્રાવકધર્મનો અભ્યાસ કરવો જોઈએ એવા સ્વરૂપવાળો જિતોપદેશનો સંબંધ તે રૂપ આજ્ઞા તેના આરાધનનો યોગ, તેનાથી જે ભાવશુદ્ધિ મનોતિર્મળતા, તેના વિયોગથીમનોનિર્મળતાના અવશ્યપણાથી, અને ઉપાયથી પ્રવૃત્તિ હોવાને કારણે=શુદ્ધ હેતુના સ્વીકારરૂપ ઉપાયથી પ્રવૃત્તિ હોવાને કારણે, શ્લોકમાં રહેલો ‘' કાર હેતુ અંતરના સમુચ્ચયમાં છે, અને આ પણaઉપાયથી પ્રવૃત્તિ પણ, કેમ છે ? એથી કહે છે –
સમયક્યારિત્રના રોગને કારણે=લિવ્યંજચારિત્રના અભિલાષને કારણે, ઉપાયથી પ્રવૃત્તિ છે, એમ અવય છે. અને, તેથી ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
આ=આગળમાં કહેવાય છે એ, કહેવાયેલું=શ્લોકના વચનથી કહેવાયેલું, થાય છે – સઆશાના આરાધનાના યોગથી જે ભાવશુદ્ધિ થાય છે અને સમયક્યારિત્રના અનુરાગથી જે ઉપાયમાં સમ્યફ પ્રવૃત્તિ થાય છેઅણુવ્રતાદિ પાલનરૂપ ઉપાયમાં સમ્યફ પ્રવૃત્તિ થાય છે તે બા પણ હેતુ દ્વારા=સઆજ્ઞાઆરાધનાના યોગને કારણે થયેલી ભાવશુદ્ધિરૂપ અને સમ્યક્ઝારિત્રના રાગને કારણે ઉપાયમાં થયેલી સમ્યફ પ્રવૃત્તિરૂપ ઉભય હેતુ દ્વારા, ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે, પરંતુ અન્યથા ચારિત્રમોહનીયકર્મથી મુકાતો નથી. રા. ભાવાર્થ
જે શ્રાવક સર્વવિરતિ પાલન કરવા માટે સમર્થ નથી તેવા શ્રાવકે પ્રારંભમાં શ્રાવકધર્મનો અભ્યાસ કરવો જોઈએ એ પ્રકારની ભગવાનની આજ્ઞા છે. જે શ્રાવકને ઉપદેશ દ્વારા સમ્યક્ત પ્રાપ્ત થયું છે તે શ્રાવક ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને પોતાની ભૂમિકાનો નિર્ણય કરે છે અને પોતે દુષ્કર એવો સાધુધર્મ પાળી શકે તેમ નથી એવું જણાય તો સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત શ્રાવકધર્મ એ રીતે સેવે છે કે જેથી સ્વીકારાયેલા શ્રાવકધર્મમાં અતિચાર લાગે નહિ. જેમ જેમ શ્રાવક ધર્મની શક્તિનો સંચય અધિક અધિક થાય છે તેમ તેમ ઉત્તર ઉત્તરના શ્રાવકધર્મને સેવે છે અને તેના કારણે તે મહાત્મા સ્વભૂમિકા અનુસાર ભગવાનની આજ્ઞાનું આરાધન કરે છે. ભગવાનની સદૃઆજ્ઞાના આરાધનને કારણે તે મહાત્માને નક્કી ભાવશુદ્ધિની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ એવી મનોનિર્મળતા પ્રાપ્ત થાય છે.