________________
૧૮૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ | શ્લોક-૩, સૂત્ર-૧ કોઈ શ્રાવક પોતાની શક્તિ અનુસાર એક ભંગ આદિ દ્વારા થોડું પણ સ્વીકારે અને તે થોડું પણ સ્વીકારાયેલું વ્રત નિરતિચારરૂપે પાલન કરે તે ભગવાનને સંમત છે. અર્થાત્ તે અનુષ્ઠાન ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા પૂર્ણ અનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ છે માટે તાત્ત્વિક છે તેમ ભગવાનને સંમત છે; પરંતુ અતિચારપૂર્વક ઘણું અનુષ્ઠાન સેવે તે તાત્ત્વિક રીતે ભગવાનને સંમત નથી. અને જે શ્રાવક પોતાની શક્તિ અનુસાર થોડું પણ વિશુદ્ધ અનુષ્ઠાન સેવે છે, તે હંમેશાં ગુરુ પાસે જઈને પૂર્ણ પ્રત્યાખ્યાનું સ્વરૂપ અને પૂર્ણ પ્રત્યાખ્યાનની પ્રાપ્તિનો હેતુ અને પૂર્ણ પ્રત્યાખ્યાનના સેવનનું ફળ સાંભળીને સમ્યગુ બોધ કરે છે જેના કારણે તે અનુષ્ઠાન પ્રત્યેનો તેમનો રાગ સતત વધે છે, તેથી થોડા પાલનના બળથી અને પ્રતિદિન પૂર્ણ ચારિત્રના પાલનના સ્વરૂપના બોધથી તે શ્રાવકને પૂર્ણ ચારિત્ર સેવવાની સતત ઇચ્છાની વૃદ્ધિ થાય છે; કેમ કે પૂર્ણ ચારિત્રનું શ્રેષ્ઠ ફળ જાણીને કલ્યાણના અર્થી એવા તે શ્રાવકનું ચિત્ત સદા પૂર્ણ ચારિત્ર પ્રત્યે આવર્જિત થાય છે અને તેની પ્રાપ્તિનો હેતુ શક્તિ અનુસાર ઉત્તર-ઉત્તરની સુવિશુદ્ધ દેશવિરતિ છે તેવું જ્ઞાન થવાથી જેમ તે થોડું પણ સુવિશુદ્ધ અનુષ્ઠાન સેવે છે તેમ ઉત્તર-ઉત્તરના પણ દેશવિરતિનું શક્તિ અનુસાર સુવિશુદ્ધ સેવન ક્રમસર કરે છે તેના બળથી પૂર્ણ ચારિત્રના પાલનની શક્તિનો સંચય થાય છે ત્યારે પૂર્ણ ચારિત્રને પણ ગ્રહણ કરે છે.
આનાથી એ ફલિત થાય કે વિશુદ્ધ સેવાયેલું અનુષ્ઠાન ઉત્તર ઉત્તરની વૃદ્ધિ દ્વારા પૂર્ણ ચારિત્રની શક્તિના સંચયનું આધાન કરે છે. આવા
સૂત્ર :
इति विशेषतो गृहस्थधर्म उक्तः, साम्प्रतं यतिधर्मावसर इति यतिमनुवर्णવિધ્યામ: [9/૨૨૭ સૂત્રાર્થ :
આ પ્રકારે અત્યાર સુધી વિશેષથી ગૃહસ્થઘર્મનું વર્ણન કર્યું એ પ્રકારે વિશેષથી ગૃહસ્થધર્મ કહેવાયો. હવે યતિધર્મનો અવસર છે એથી યતિનું વર્ણન અમે કરીશું. II૧/૨૨૭ll ટીકા :
પ્રતીતાર્થનેવ ા/રર૭ા. ટીકાર્ય :
પ્રતીતાર્થનેવ અર્થ સ્પષ્ટ છે, તેથી ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. II૧/૨૨૭ના ભાવાર્થ -
ગ્રંથના પ્રારંભમાં ધર્મના વર્ણનની પ્રતિજ્ઞા કરેલ. તેમાં સૌ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કર્યું. ત્યારપછી વિશેષ ગૃહસ્વધર્મનું વર્ણન કર્યું. હવે મનુષ્યભવની પ્રાપ્તિમાં પૂર્ણધર્મના સેવનરૂપ યતિધર્મને કહેવાનો અવસર છે, તેથી ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા કરે છે કે અમે યતિનાં સ્વરૂપનું વર્ણન કરીશું. I૧/૨૨ના