________________
૧૮૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | શ્લોક-૨, ૩
વળી, તે શ્રાવક દેશવિરતિનું પાલન કરે છે ત્યારે ભાવચારિત્રમાં અતિશય રાગ વર્તે છે, તેથી સ્વશક્તિ અનુસાર પ્રતિદિન સાધુધર્મની સામાચારી સાંભળીને પોતાનો સર્વવિરતિનો રાગ અતિશય અતિશય થાય તે રીતે યત્ન કરે છે અને ભાવચારિત્ર પાળનારા સુસાધુના ૧૮ હજાર શીલાંગનાના સ્વરૂપથી સદા પોતાના આત્માને વાસિત કરે છે. અને પોતાને તેવા પ્રકારના ભાવચારિત્રની પ્રાપ્તિ થાય તે પ્રકારે જ સ્વશક્તિ અનુસાર દેશવિરતિના પાલનરૂપ ઉપાયમાં જ પ્રવૃત્તિ કરે છે; કેમ કે દેશવિરતિના પાલનના બળથી ઉત્તર ઉત્તરની દેશવિરતિના પાલનની શક્તિનું આધાન થાય છે જે ઉત્કર્ષને પામીને પૂર્ણચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે.
તે મહાત્મા બે કારણો દ્વારા ચારિત્રમોહનીયકર્મનો નાશ કરે છે – (i) સત્તાના આરાધનાના યોગના કારણે થયેલી ભાવશુદ્ધિરૂપ એક કારણ અને (ii) સર્વવિરતિરૂપ ચારિત્રના રાગથી તેના ઉપાયભૂત એવી દેશવિરતિમાં સમ્યગુ પ્રવૃત્તિ કરવા રૂપ બીજું કારણ.
આ બન્ને કારણો દ્વારા તે મહાત્મા ૧૮ હજાર શીલાંગનાના પાલનરૂપ સર્વવિરતિના પ્રતિબંધક ચારિત્રમોહનીયકર્મનો નાશ કરે છે. જેથી ક્રમે કરીને સર્વવિરતિ રૂપ ભાવચારિત્રને તે મહાત્મા પ્રાપ્ત કરશે.
IIII
અવતરણિકા :___ आह-इदमपि कथं सिद्धं यथेत्थं चारित्रमोहनीयेन मुच्यते ततः परिपूर्णप्रत्याख्यानभाग भवतीत्याशङ्क्याह - અવતરણિકાર્ય :
સાદથી શંકા કરે છે – આ પણ=પૂર્વ શ્લોકમાં કહ્યું એ પણ, કેવી રીતે સિદ્ધ થયું ? જે પ્રમાણે આ રીતે=શ્લોક-રમાં કહ્યું એ રીતે, ચારિત્રમોહનીયથી મુકાય છે. તેથી પરિપૂર્ણ પ્રત્યાખ્યાતવાળો થાય છે પૂર્ણચારિત્રની પરિણતિવાળો થાય છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – શ્લોક :
विशुद्धं सदनुष्ठानं स्तोकमप्यर्हतां मतम् ।
तत्त्वेन तेन च प्रत्याख्यानं ज्ञात्वा सुबह्वपि ।।३।। શ્લોકાર્ચ -
થોડું પણ વિશુદ્ધ એવું સઅનુષ્ઠાન તત્ત્વથી અરિહંતોને સંમત છે અને તેનાથી થોડા પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી, સુબહુ પણ પ્રત્યાખ્યાનને જાણીને કરે છે શ્રાવક પ્રાપ્ત કરે છે. III