________________
૧૫૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૩
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
ગુરુવાપેક્ષણમ્ II૭૩/૨૦૬
સૂત્રાર્થ:
ગુલાઘવનો વિચાર કરવો જોઈએ. ll૭૩/૨૦૧ાા ટીકા -
सर्वप्रयोजनेषु धर्मार्थकामरूपेषु तत्तत्कालादिबलालोचनेन प्रारब्धुमिष्टेषु प्रथमत एव मतिमता 'गुरोः' भूयसो गुणलाभपक्षस्य दोषलाभपक्षस्य ‘च लघो'श्च तदितररूपस्य भावो गुरुलाघवं तस्य નિપુછતા “મોક્ષ' માનોર્ન સાબિતિ રૂ/રબ્દા. ટીકાર્ચ -
સર્વપ્રયોગનેy... વાર્થમિતિ ા તત્ તત્ કાલાદિબલના આલોચનથી પ્રારબ્ધ કરવા માટે ઈષ્ટ એવા ધર્મ અર્થ કામરૂપ સર્વ પ્રયોજનમાં પ્રથમથી જ મતિમાન એવા પુરુષે ગુરુનો=ઘણા ગુણલાલરૂપ પક્ષનો, અને દોષલાભરૂપ પક્ષનો અને લઘુનો તેના ઈતરરૂપ પક્ષનો, ભાવ તે ગુરુ-લાઘવ, તેનું નિપુણપણાથી આલોચન કરવું જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૩/૨૦૬ ભાવાર્થ :
શ્રાવક સર્વવિરતિના અર્થી હોય છે અને સર્વવિરતિ પૂર્ણ ધર્મના પાલનરૂપ છે અને પોતાની પૂર્ણધર્મના પાલનની શક્તિ નથી, તેથી તેની શક્તિના સંચયઅર્થે શ્રાવક ધર્મ સેવે છે અને શ્રાવક ગૃહસ્થ-અવસ્થામાં પોતાનો કેવા પ્રકારનો કાળ છે, કેવા પ્રકારની શારીરિક શક્તિ છે, કેવા પ્રકારનું ક્ષેત્ર છે ? તે સર્વ પ્રકાર વિષયક બળનું આલોચન કરીને પોતાને ઇષ્ટ હોય તે કાર્યનો આરંભ કરે.
મતિમાન શ્રાવકે કાર્યના આરંભ પૂર્વે વિચારવું જોઈએ કે આ કાર્યથી પોતાને કેવા પ્રકારના ગુણોનો લાભ થશે અને કેવા પ્રકારના દોષોનો લાભ થશે? વળી, કઈ પ્રવૃત્તિ કરવાથી ઓછા ગુણનો લાભ થશે કે ઓછા દોષનો લાભ થશે તેનું નિપુણ પ્રજ્ઞાથી આલોચન કરવું જોઈએ અને જે પ્રવૃત્તિમાં અધિક ગુણનો લાભ હોય અથવા જે પ્રવૃત્તિમાં દોષની પ્રાપ્તિ હોવા છતાં અલ્પ દોષની પ્રાપ્તિ હોય એવું કાર્ય કરવું જોઈએ.