________________
૧૭૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯૦, ૯૧ શું? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. શરીરધારીઓને શરીરની સાથે કલ્પ સ્થિતિ છે–દીર્ધકાળ સ્થિતિ છે, તેનાથી શું? અર્થાત્ તેનાથી કાંઈ વળે નહિ. II૧૪૪i" (વૈરાગ્યશ૦ ગાથા-૬૭)
તે કારણથી=સંસારનાં સર્વ સુખો અસાર છે તે કારણથી, અનંત અંત વગરના, અજર=જરા વગરના, પરમ પ્રકાશ રૂપ મોક્ષને, તચિત્તવાળા હે પુરુષ ! તું ચિંતન કર. આ અસદ્ વિકલ્પો વડે શું? કૃપણ જીવોને=ભુદ્ર જીવોને, જેના અનુષંગી એવા આ=જે મોક્ષની સાધના કરતાં અનુષંગથી પ્રાપ્ત થતા એવા આ ભુવન આધિપત્યનાં ભોગાદિ થાય છે. ll૧૪પા” (વૈરાગ્યશ ગાથા-૬૯) ૯૦/૨૨૩૫ ભાવાર્થ:
શ્રાવકે સંધ્યાકાળે જેમ ભવના નિર્ગુણ્યનું ચિંતવન કરવું જોઈએ તેમ મોક્ષના પારમાર્થિક સ્વરૂપનું પણ ચિંતવન કરવું જોઈએ જેથી મોક્ષ પ્રત્યેનો પક્ષપાત સ્થિર સ્થિરતર થાય જેના કારણે સંસારના ઉચ્ચ વૈભવનું જે કાંઈપણ અલ્પ અલ્પતર આકર્ષણ છે તે ક્ષીણ થાય જેથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય. કઈ રીતે મોક્ષનાં સ્વરૂપનો વિચાર કરે ? તે કહે છે –
જીવ સુખનો અર્થ છે અને સુખ આત્માને સ્વાભાવિક સ્વસ્થતામય ગુણથી થાય છે. મોક્ષ સંપૂર્ણ ગુણમય છે માટે આત્માને માટે અત્યંત ઉપાદેય છે. વળી, સંસારમાં પુણ્યનો પ્રકર્ષ હોય તો વિપુલ ભોગસામગ્રી મળી હોય, પુણ્યનો પ્રકર્ષ હોય તો વિપુલ રાજ્ય મળ્યું હોય, દીર્ઘ આયુષ્ય આદિ મળ્યું હોય તોપણ તે સર્વનો અંત થાય છે માટે તેવી અસાર વસ્તુથી આત્માને શું મળે ? આત્માને માટે જ્યાં મૃત્યુ નથી, જરા નથી અને પ્રકૃષ્ટ જ્ઞાનમય સુખ છે તેનું જ શ્રાવકે તચિત્ત થઈને ચિંતવન કરવું જોઈએ, જેથી તુચ્છ બાહ્ય ભોગો પ્રત્યેનું કંઈક વલણ છે તે પણ ક્ષીણ થાય અને સંસારના ઉચ્છેદ માટે સદ્વિવેક ઉલ્લસિત થાય. I૭/૨૨૩
અવતરણિકા :
તથા –
અવતારણિયાર્થ:
અને – સૂત્ર :
શામળ્યાનુરા: Tો૨૧/૨૨૪ની સૂત્રાર્થ :
સાધુપણાનો અનુરાગ કેળવવો જોઈએ. ll૧/૨૨૪ll ટીકા :‘શ્રામવે' શુદ્ધસાપુમાવે ‘મનુરાજ' વિવેક, યથા –