________________
૧૭૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯૩ ટીકા :
'सत्त्वेषु' सामान्यतः सर्वजन्तुषु 'आदि'शब्दादुःखितसुखितदोषदूषितेषु 'मैत्र्यादीनाम्' आशयविशेषाणां 'योगो' व्यापारः कार्यः, मैत्र्यादिलक्षणं चेदम् -
"परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ।।१४७।।" [षोड० ४।१५]
તિઃ' પરિસમાતો શરૂ/રરદ્દા ટીકાર્ય :
સત્તેપુ' ..... પરિસમાતો ને સત્ત્વમાં=સામાન્યથી સર્વ જીવોમાં અને સત્ત્વાદિમાં ‘વિ' શબ્દથી સુખી જીવોમાં, દુ:ખી જીવોમાં અને દોષથી દૂષિત જીવોમાં મૈત્રી આદિ આશયવિશેષોનો વ્યાપાર કરવો જોઈએ. મૈત્રી આદિનું લક્ષણ આ પ્રમાણે છે –
પરહિતની ચિંતા મૈત્રી છે, પરદુઃખના વિનાશને કરનારી કરુણા છે. પરસુખમાં આનંદ મુદિતા છે અને પરદોષોનું ઉપેક્ષણ ઉપેક્ષા છે. ૧૪૭” (ષોડશક-૪/૧૫)
તિ' શબ્દ સૂત્રની સમાપ્તિ અર્થે છે. ૯૩/૨૨૬ ભાવાર્થ :
જેઓનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવનાથી અત્યંત વાસિત છે તેઓનો સર્વ વ્યાપાર સર્વ જીવો સાથે આ ચાર ભાવોના નિયંત્રણ નીચે થાય છે, જે અત્યંત ઉચિત પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ છે. મૈત્રી આદિ ચાર ભાવોનો પરિણામ અપ્રમાદ ભાવથી સંયમમાં ઉદ્યમ કરનારા મુનિમાં સદા વર્તે છે અને શ્રાવકને પણ મુનિ તુલ્ય થવું છે, તેથી સદા મૈત્રી આદિ ચાર ભાવોનું સૂક્ષ્મ સ્વરૂપ સમાલોચન કરીને તેનાથી આત્માને ભાવિત કરે જેથી જીવમાત્ર સાથે અત્યંત ઉચિત પ્રવૃત્તિથી જ પોતાના ચિત્તનું યોજન થાય. વળી, શ્રાવક મૈત્રી આદિ ચાર ભાવનાઓ આ રીતે કરે –
જગતના જીવ માત્ર સુખના અર્થી છે અને તે સુખ પણ સાનુબંધ સુખ બધાને ઇષ્ટ છે અને સાચો મિત્ર હોય તે પોતાના મિત્રને ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ થાય તેવી ઇચ્છા કરે અર્થાત્ જગતના જીવ માત્ર ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ પામે તેવા ભાવોથી હું મારા આત્માને વાસિત કરું, જેથી સ્વશક્તિ અનુસાર સર્વ જીવોના સુખને અનુકૂળ યત્ન કરવાની પરિણતિવાળો થાઉં. વળી, સંસારમાં જેઓ શારીરિક આદિ દુઃખોથી દુઃખિત છે કે કાષાયિક આદિ પ્રકૃતિઓથી દુઃખિત છે, તેવા દુઃખિત જીવોના દુઃખના નાશના અભિલાષવાળો હું થાઉં, એ પ્રકારે કરુણા ભાવનાથી આત્માને ભાવિત કરે. જેથી સ્વશક્તિ અનુસાર દુઃખિત જીવોનાં દુઃખ દૂર કરવા માટે પોતે સદા વ્યાપારવાળો બને.