________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | શ્લોક-૪, ૫ ટીકા - । 'विशेषतः' सामान्यगृहस्थधर्मवैलक्षण्येन 'गृहस्थस्य' गृहमेधिनो धर्मः उक्तो' निरूपितो 'जिनोत्तमैः' अर्हद्भिः ‘एवम्' उक्तनीत्या 'सद्भावनासारः' परमपुरुषार्थानुकूलभावनाप्रधानः भावश्रावकधर्म इत्यर्थः, कीदृशोऽसावित्याह-'परम्' अवन्ध्यमिह भवान्तरे वा 'चारित्रकारणं' सर्वविरतिहेतुः T/૪ ટીકાર્ય :
વિશેષતઃ' ... સર્વવિરતિદેતુઃ | વિશેષથી=સામાન્ય ગૃહસ્થ ધર્મના વિલક્ષણપણાથી, ગૃહસ્થનો ધર્મ જિનોત્તમ એવા અરિહંતો વડે કહેવાયો છે – કેવા પ્રકારનો ગૃહસ્થનો ધર્મ કહેવાયો છે ? એથી કહે છે –
આ પ્રકારે=ઉક્તનીતિથી પૂર્વમાં ત્રણ શ્લોકોમાં વર્ણન કર્યું એ નીતિથી, સદ્ભાવનાસાર એવો પરમ પુરુષાર્થને અનુકૂળ એવી ભાવનાપ્રધાન એવો, ભાવશ્રાવકધર્મ ભગવાન વડે કહેવાયો છે. વળી આ ભાવશ્રાવકધર્મ કેવો છે ? એથી કહે છે –
આ ભવમાં કે ભવાંતરમાં પરં=અવંધ્ય, સર્વવિરતિરૂ૫ ચારિત્રનો હેતુ છે. liા ભાવાર્થ -
પૂર્વના શ્લોકોમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે જે શ્રાવક પોતાની શક્તિનું સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર વિશેષથી ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે અને અતિચાર આદિ દોષોને યથાર્થ જાણીને સ્વીકારાયેલાં વ્રતોમાં તે દોષોનો પરિહાર કરે છે અને પ્રતિદિન શ્રાવકે જે ઉચિત ક્રિયાઓ કરવાની વિધિ પૂર્વનાં સૂત્રોમાં બતાવી તે પ્રકારે સદા જે શ્રાવક યત્ન કરે છે તે શ્રાવક ઉત્તરોત્તર દેશવિરતિની શક્તિનો સંચય કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયવાળો બને છે, તેથી તે શ્રાવકનું દેશવિરતિનું પાલન આ ભવમાં સર્વવિરતિનું કારણ બની શકે. કદાચ અંતરંગ તેવી શક્તિનો સંચય થયો ન હોય તો જન્માંતરમાં ભાવચારિત્ર પ્રાપ્ત કરીને શીધ્ર સંસારનો અંત કરવાનું કારણ બનશે. III અવતરણિકા :
ननु कथं परं चारित्रकारणमसावित्याशङ्क्याह - અવતરણિતાર્થ :
કેવી રીતે અવંધ્ય ચારિત્રનું કારણ આ દેશવિરતિ થશે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – શ્લોક :
पदंपदेन मेधावी, यथारोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद्धीरश्चारित्रपर्वतम् ।।५।।