________________
૧૭૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૯૩, શ્લોક-૪ વળી, જગતના જીવોને બાહ્યથી સુખી અને કષાયોના અક્લેશના કારણે સુખી જોઈને તેઓ પ્રત્યે પ્રમોદનો ભાવ થાય તે રીતે પ્રમોદ ભાવનાથી આત્માને ભાવિત કરે, જેથી બીજા જીવોના સુખમાં ઇર્ષ્યા થવાનો પ્રસંગ ન આવે અને ક્લેશવગરના સુખી જીવોને જોઈને તેના પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય.
વળી, સંસારવર્તી જીવો કેટલાક ઉત્કટ દોષવાળા હોય છે, તેથી તેઓને ઉચિત ઉપાયો દ્વારા સુખી કરવા માટે ઉપદેશ આદિ આપવામાં આવે તો પણ પોતાના દોષવાળી પ્રકૃતિનો ત્યાગ કરે તેવા ન હોય, તેઓને જોઈને પોતાને દ્વેષ ન થાય પરંતુ ઉપેક્ષા થાય તે પ્રકારના ભાવથી પોતાના આત્માને ભાવિત કરવો જોઈએ. જેથી અયોગ્ય જીવોના દોષને જોઈને અસહિષ્ણુ સ્વભાવ પોતાનામાં પ્રગટ ન થાય. આ પ્રકારનું ભાવન કરવાથી ચિત્ત સર્વત્ર અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારું બને છે, તેથી સર્વવિરતિની શક્તિનો સંચય શીધ્ર થાય છે. II૯૩/૨૨કા. અવતરણિકા :
सम्प्रत्युपसंहरनाह - અવતરણિકાર્ય :
હવે ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ
ત્રીજા અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકોમાં કહેલ કે પૂર્વમાં વર્ણન કર્યા પ્રમાણે ધર્મના શ્રવણથી કોઈ પુરુષ તત્ત્વનો જાણનારો બને અને મહાસંવેગને પ્રાપ્ત કરે. તેથી ધર્મની ઉપાદેયતાને જાણીને ભાવથી ધર્મની પ્રાપ્તિની ઇચ્છાવાળો બની પોતાની શક્તિનું સમાલોચન કરીને ધર્મ ગ્રહણ કરવામાં તત્પર થાય. આવો જીવ ધર્મ માટે યોગ્ય છે. આના સિવાયના અન્ય જીવો ધર્મ પ્રાપ્તિ માટે યોગ્ય નથી. ધર્મ માટે યોગ્ય જીવોને ધર્મપ્રદાન કેવી રીતે કરવું જોઈએ ? તેનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે તે સર્વનો ઉપસંહાર કરતાં કહે છે – શ્લોક -
विशेषतो गृहस्थस्य, धर्म उक्तो जिनोत्तमैः ।
एवं सद्भावनासारः, परं चारित्रकारणम् ।।४।। શ્લોકાર્ધ :
જિનોત્તમ એવા ભગવાન વડે ગૃહસ્થોનો વિશેષથી આવા પ્રકારનો-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનો, સભાવનાસાર ધર્મ કહેવાયો છે, જે ધર્મ પરં-અવંધ્ય, ચારિત્રનું કારણ છે=સર્વવિરતિનું કારણ છે. IlII.