________________
૧૮૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | શ્લોક-9. જેથી સ્વીકારાયેલાં વ્રતો ઉત્તર ઉત્તરના દેશવિરતિના બળના સંચયનું કારણ બને છે. આ રીતે સ્વભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરની દેશવિરતિને અલના રહિત પાળીને તે મહાત્મા સર્વવિરતિની આરાધનાને યોગ્ય થાય છે; કેમ કે સ્કૂલના વગર અલ્પગુણની આરાધનારૂપ દેશવિરતિના પાલનના બળથી, ઘણા ગુણના લાભનું કારણ એવાં સર્વવિરતિનાં બાધક કર્મો નાશ પામે છે, જેથી તે શ્રાવકને ભાવથી સર્વવિરતિના લાભનું સામર્થ્ય પ્રગટે છે, તેથી સર્વવિરતિના સ્વીકારના પૂર્વે વિધિશુદ્ધ ગૃહસ્વધર્મ પાલન કરવો જોઈએ એ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોને સંમત છે.
વળી, દેશવિરતિના પાલનપૂર્વક સર્વવિરતિ ગ્રહણ કરવાનું વચન પુરુષવિશેષની અપેક્ષાએ છે. અર્થાત્ સંસારને નિર્ગુણ જાણ્યા પછી પણ જેઓ અસ્મલિત સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરી શકે તેવી સંચિત શક્તિવાળા નથી તેવા જીવવિશેષને આશ્રયીને છે.
વળી, કેટલાક જીવો જ્યારે સંસારના નિગુર્ણતાના સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરે છે ત્યારે જ, સર્વ બળથી સંસારના ઉચ્છેદના અધ્યવસાયવાળા થાય છે અને તેવા સાત્ત્વિક પુરુષોનું ચારિત્રમોહનીયકર્મ સંસારના નિગુર્ણતાના બોધકાળમાં જ નષ્ટપ્રાયઃ બને છે તેવા સ્થૂલિભદ્રાદિ મહાત્માઓ દેશવિરતિના પાલનના ક્રમવગર પણ પરિશુદ્ધ સર્વવિરતિના પરિણામને પ્રાપ્ત કરી શક્યા એમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે તેવા મહાવીર્યવાળા જીવોને આશ્રયીને દેશવિરતિના પાલનના ક્રમથી સર્વવિરતિના ગ્રહણનો નિયમ નથી. IISII
ત્રીજો અધ્યાય સમાપ્ત