________________
૧૭૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૯૧, ૯૨
"जैनं मुनिव्रतमशेषभवात्तकर्मसन्तानतानवकरं स्वयमभ्युपेतः । કર્યા તડુત્તરતાં વ તા: #ામ્, મોટોષ નિઃસ્પૃદતયા પરિમુજીસ: ? ?૪૬ાા” []
રૂતિ ૨૨/૨૨૪ ટીકાર્ચ -
શ્રામ' ...તિ શ્રમણપણામાં શુદ્ધસાધુભાવમાં, અનુરાગ કરવો જોઈએ. તે શુદ્ધસાધુભાવનો રાગ કઈ રીતે કરવો જોઈએ ? તે “યથા'થી બતાવે છે – “જિનસંબંધી મુનિનું વ્રત અશેષભાવોમાં બંધાયેલા કર્મનાં સંતાનને અલ્પ કરનારું સ્વયં તેનો સ્વીકાર કરાયેલો એવો હું ક્યારેય તેના ઉત્તર ઉત્તર એવા તપને કરીશ અને ભોગોમાં નિઃસ્પૃહપણાથી પરિમુક્ત સંગવાળો હું થઈશ. I૧૪૬” )
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯૧/૨૨૪ll ભાવાર્થ :
શ્રાવક મોક્ષનાં સ્વરૂપનું આલોચન કર્યા પછી મોક્ષના પ્રબળ કારણરૂપ શુદ્ધસાધુભાવ પ્રત્યે અત્યંત રાગ ઉલ્લસિત થાય એ પ્રમાણે શુદ્ધસાધુભાવના સ્વરૂપનું આલોચન કરે.
કઈ રીતે શુદ્ધસાધુભાવનું આલોચન કરે ? તેથી કહે છે –
સર્વશે કહેલું મુનિવ્રત ૧૮ હજાર શીલાંગના સમૂહરૂપ છે અને તેવા શીલાંગધારી મુનિ સતત સર્વજ્ઞના વચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને આત્માને વીતરાગભાવથી ભાવિત કરે છે, જેથી અનંતકાળમાં અવીતરાગભાવથી બંધાયેલાં કર્મોનું સંતાન અલ્પ અલ્પતર થાય છે અને તેવા મુનિભાવને ક્યારે હું સ્વયં ગ્રહણ કરીશ અને તે મુનિભાવના ઉત્તર ઉત્તરના વૃદ્ધિના કારણભૂત એવા તપથી ક્યારે હું મારા આત્માને વાસિત કરીશ અને ભોગો પ્રત્યેના નિઃસ્પૃહપણાથી સર્વથા સંગ વગરના પરિણામને હું ક્યારે પ્રાપ્ત કરીશ. આ પ્રકારે સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરીને શુદ્ધસાધુભાવ પ્રત્યેના રાગભાવને અતિશયિત કરવા શ્રાવક યત્ન કરે. I૧/૨૨૪l
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્રઃ
યથોચિતં યુવૃદ્ધિ /૨/રરકા