________________
૧૫૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૭, ૭૮
છતાં શ્રાવકનું શરીરબળ તૂટે તો શ્રાવક ચારે પુરુષાર્થો સાધી શકે નહિ; કેમ કે શરીર પ્રત્યેના મમત્વના કારણે ધર્મ આદિ પુરુષાર્થમાં શ્રાવક દઢ યત્ન કરી શકે નહિ; જેથી વર્તમાનમાં પણ ક્લેશને પામે અને ભાવિનું પણ વિશેષ હિત સાધી શકે નહિ, તેથી ધર્મ આદિ પુરુષાર્થના રક્ષણ અર્થે શ્રાવકે પોતાના દેહનું સારી રીતે રક્ષણ થાય તે માટે યત્ન કરવો જોઈએ. માટે ઉચિત તેલમર્થન આદિ કે સ્નાનાદિ ક્રિયાઓ શ્રાવક માટે કર્તવ્ય છે.
અહીં વિશેષ એ છે કે સાધુ દેહ પ્રત્યે સર્વથા નિરપેક્ષ છે, તેથી દેહની સામાન્ય પ્રતિકૂળતામાં તેઓનો ધર્મ વ્યાઘાત પામતો નથી, પરંતુ દેહની સામાન્ય પ્રતિકૂળતા પણ ધર્મને ઉપખંભક બને છે; કેમ કે સાધુ હંમેશાં નિરપેક્ષ ભાવનાથી ભાવિત રહે છે. આમ છતાં, નિરપેક્ષ ભાવ અત્યંત સ્થિર થયો ન હોય અને વિશેષ પ્રકારના રોગાદિ થાય ત્યારે સંધયણના અલ્પબળના કારણે ધર્મમાં દઢ યત્ન ન થઈ શકે તો સાધુ વ્યાધિ આદિની ઉચિત ચિકિત્સા કરે, જ્યારે શ્રાવકને દેહમાં પ્રતિબંધ છે, તેથી દેહના વ્યાઘાતમાં સ્વસ્થતાપૂર્વક કોઈ પુરુષાર્થને સાધી શકે નહિ. માટે શ્રાવક સર્વવિરતિની શક્તિના સંચય અર્થે પણ દેહનું સ્વભૂમિકા અનુસાર પાલન કરે તે ઉચિત છે. II૭૭૨૧ના
અવતરણિકા :તથા –
અવતરણિકાર્ચ -
અને – સૂત્ર :
તદુત્તરાર્થવિજ્ઞા T૭૮/૨997 સૂત્રાર્થ -
તેના ઉત્તર કાર્યની ચિંતા કરવી જોઈએ. I૭૮/૨૧૧ ટીકા -
'तस्याः' शरीरस्थितेरुत्तराणि उत्तरकालभावीनि यानि 'कार्याणि' व्यवहारकरणादीनि तेषां 'चिन्ता' तप्तिरूपा कार्या इति ।।७८/२११।। ટીકાર્ય :
તસ્થા ' તિ | શરીરની સ્થિતિના ઉત્તરઃઉત્તરકાલભાવી જે વ્યવહારકરણ આદિ કાર્યો છે તેની ચિંતા કરવી જોઈએ તપ્તિરૂપ પુષ્ટિરૂપ, વિચારણા કરવી જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૮/૨૧૧ાા.