________________
૧૬૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩| સૂત્ર-૮૫, ૮૬ ભાવાર્થ
શ્રાવકને સ્વશક્તિ અનુસાર સર્વવિરતિની શક્તિ સંચય કરવાની ઇચ્છા છે, તેથી સંધ્યાકાળે ચૈત્યવંદન આદિ કર્યા પછી સાધુની વિશ્રામણા કરવાનો યોગ હોય તો સાધુને પૃચ્છા કરે. આવો કોઈ યોગ ન હોય તો વિશ્રામણા કરવાના શુભભાવથી શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, ત્યારપછી શ્રાવક શાસ્ત્ર-અભ્યાસથી સંપન્ન હોય તો સ્વભૂમિકા અનુસાર સાલંબન અને નિરાલંબન ધ્યાનમાં ઉદ્યમ કરે.
સાલંબનધ્યાનકાળમાં જિનપ્રતિમા આદિનું આલંબન લઈને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપનું બાહ્ય આકૃતિથી અને અંતરંગ વીતરાગતા આદિ ભાવોથી ધ્યાન કરે અને જો ચિત્ત તે ધ્યાનમાં એકાગ્ર બને તો સાક્ષાતુ વીતરાગ-સર્વજ્ઞને પોતે જોઈ રહેલ હોય અને તેમના ગુણોથી પોતાનું ચિત્ત રંજિત હોય તે રૂપે તેમાં તન્મયભાવને પામે તો સાલંબન ધ્યાન થાય. અને ત્યારપછી સિદ્ધ અવસ્થામાં રહેલ દેહ અને કર્મથી રહિત એવા સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત થાય તો નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થાય, જે ધ્યાનના બળથી સંસારના ઉચ્છેદનું મહાસત્ત્વ શ્રાવક સંચિત કરી શકે છે. l૮૫/૨૧૮ અવતરણિકા :
તથા – અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
नमस्कारादिचिन्तनम् ।।८६/२१९ ।। સૂત્રાર્થ -
નમસ્કાર આદિનું ચિંતવન કરે. II૮૬/૨૧૯II ટીકા :
નમસ્થ', વિશદ્વાર સ્વાધ્યાયી ૨ વિન્ત' ભાવનમ્ પાટ૬/રા. ટીકાર્ચ -
મારણ્ય'. ભાવનમ્ II નમસ્કારનું અને મારિ' શબ્દથી તેનાથી અન્ય સ્વાધ્યાયનું ચિંતવન કરે=ભાવન કરે. પ૮૬/૨૧૯l ભાવાર્થ :
શ્રાવક પોતાની શક્તિને અનુરૂપ ધ્યાનાદિનો કાંઈક અભ્યાસ કર્યા પછી નવકાર આદિ સર્વ સૂત્રોને અર્થની અત્યંત ઉપસ્થિતિપૂર્વક ભાવન કરે, જેથી યોગમાર્ગમાં પ્રસ્થિત એવા સુસાધુઓનું, તીર્થકરોનું, અને