________________
૧૬૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૬, ૮૭ યોગ અવસ્થાના સેવનના ફળરૂપ સિદ્ધ અવસ્થાનું અત્યંત સ્મરણ થાય અને તેઓના પ્રત્યે બહુમાનભાવ વધે એ રીતે નવકાર આદિ સૂત્રોનું પારાયણ કરે અને અન્ય પણ સૂત્રોનું અત્યંત ઉપયોગપૂર્વક ભાવન કરે, જેનાથી યોગમાર્ગવિષયક સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ પ્રગટે અને આત્મા ઉત્તમ સંસ્કારોથી વાસિત થાય. I૮૬/૨૧૯.
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ચ -
અને – સૂત્ર -
प्रशस्तभावक्रिया ।।८७/२२० ।। સૂત્રાર્થ :
પ્રશસ્ત ભાવોની નિષ્પત્તિની ક્રિયા શ્રાવક કરે. ૮૭/૨૨૦|| ટીકા :
तथा तथा क्रोधादिदोषविपाकपर्यालोचनेन 'प्रशस्तस्य' प्रशंसनीयस्य 'भावस्य' अन्तःकरणरूपस्य 'क्रिया' करणम्, अन्यथा महादोषभावात्, यदुच्यते“चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते ।
થી તન્વત કોર્પસ્તી શિષ્ટા વિપત્ત: રૂડા” [૦ કષ્ટ ૨૪૭] રૂતિ ૮૭/૨૨૦ ટીકાર્ય :
તથા તથા ત ા તે તે પ્રકારે ક્રોધાદિ દોષતા વિપાકના પર્યાલોચનથી શાસ્ત્રોમાં જે જે પ્રકારે કષાયોના શમનના ઉપાયરૂપે ક્રોધાદિ કષાયોના દોષો બતાવ્યા છે તે તે પ્રમાણે ક્રોધાદિ કષાયોના દોષતા વિપાકના પર્યાલોચનથી, પ્રશસ્ત પ્રશંસનીય, એવા અંતઃકરણરૂપ ભાવના કરણરૂપ ક્રિયા શ્રાવકે કરવી જોઈએ. અન્યથા તે રીતે શ્રાવક ભાવન ન કરે તો, મહાદોષનો સદ્ભાવ છે=શ્રાવકની અન્ય સર્વ ઉચિત ક્રિયાઓ નિષ્ફળ બને તે પ્રકારના મહાદોષતો સદ્ભાવ છે. જે કારણથી કહેવાયું છે –
“અસંક્લિષ્ટ ચિત્તરત્ન અંતરંગ ધન કહેવાય છે. જેનું તે-અસંક્લિષ્ટ ચિત્તરત્ન, નાશ પામ્યું તેને દોષો વડે આપત્તિઓ પ્રાપ્ત થાય. ll૧૩૯iા" (હા. અષ્ટક ૨૪/૭) ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૮/૨૨૦