________________
૧૬૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૮૪ સૂત્ર :
साधुविश्रामणक्रिया ।।८४/२१७ ।। સૂત્રાર્થ:
સાધુ વિશ્રામણાની ક્રિયા કરે. I૮૪/૨૧૭ના ટીકા -
'साधूनां' निर्वाणाराधनयोगसाधनप्रवृत्तानां पुरुषविशेषाणां स्वाध्यायध्यानाद्यनुष्ठाननिष्ठोपहितश्रमाणां तथाविधविश्रामकसाध्वभावे 'विश्रामणक्रिया,' विश्राम्यतां विश्राम लभमानानां करणं विश्रामणा, सा चासौ क्रिया चेति समासः ।।८४/२१७।। ટીકાર્ય :
સાધૂનાં' ... સમા: l તિવણના આરાધનના યોગને સાધવામાં પ્રવૃત એવા પુરુષ વિશેષરૂપ અને સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનની નિષ્ઠાથી ઉપહિત એવા શ્રમવાળા પુરુષવિશેષરૂપ સાધુઓની તેવા પ્રકારના વિશ્રામક સાધુઓનો અભાવ હોતે છતે-શ્રાન્ત થયેલા તે સાધુની ઉચિત વૈયાવચ્ચ કરી શકે તેવા સાધુનો અભાવ હોતે છતે, વિશ્રામણાની ક્રિયા કરે શ્રાવક સાધુની વિશ્રામણાની ક્રિયા કરે. વિશ્રામણાની ક્રિયાનો સમાસ સ્પષ્ટ કરે છે – વિશ્રામના વિશ્રામ્યતાને પ્રાપ્તકર્તાનું કરણ વિશ્રામણા છે. અને તે વિશ્રામણા એવી આ ક્રિયા એ પ્રકારનો સમાસ છે. II૮૪/૨૧ળા. ભાવાર્થ
જે સાધુઓ સતત મોક્ષની આચરણાને સાધનારા યોગોમાં પ્રવૃત્ત છે અને તેના ઉપાયભૂત સ્વાધ્યાયધ્યાનઆદિ અનુષ્ઠાનો સતત સેવી રહ્યા છે અને તેના કારણે શરીરથી શ્રાન્ત થયેલા હોય તેવા મહાત્માઓને ફરી વિશેષ પ્રકારની સાધનાનું કારણ બને તેવું શરીરબળ આધાન કરવું આવશ્યક છે, જેથી તેવા મહાત્માઓ શરીરના શ્રમથી દૂર થઈને સ્વાધ્યાય આદિની ઉચિત પ્રવૃત્તિ દ્વારા નિર્વાણને અનુકૂળ એવી સાધનાને વિશેષ પ્રકારે કરી શકે તેવા મહાત્માઓને પોતાની વિશેષ આરાધના અર્થે અન્ય પાસેથી વૈયાવચ્ચ કરાવવાની ભગવાનની અનુજ્ઞા છે. તેથી તેવા કોઈ સાધુની ભક્તિ કરીને હું નિર્જરાને પ્રાપ્ત કરું એ આશયથી શ્રાવક સાધુને વિશ્રામણાની ઉચિત પૃચ્છા અવશ્ય કરે, પરંતુ સામાન્ય રીતે સાધુ વિશ્રામણા કરાવે નહીં અને વિવેકી શ્રાવક વિશ્રામણા કરવાનો આગ્રહ કરે નહીં; કેમ કે વિશ્રામણાની ઉચિત યતના સુસાધુ સિવાય અન્ય કરી શકે નહિ. આથી આવા સાધુની વિશ્રામણા પણ અન્ય સુસાધુ જ પ્રાયઃ કરે. આવી વિશ્રામણા કરવા માટે સમર્થ તેવા કોઈ સાધુ ન હોય ત્યારે શ્રાવકે તેવા મહાત્માની વિશ્રામણા કરીને તે સાધુની વિશેષ સાધનામાં પોતે નિમિત્ત બને તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ, જેથી ઉત્તમ પુરુષોની