________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૦, ૮૧
૧૬૧ અનુસાર વિશેષ પ્રકારના શ્રાવકાચારને પાળનારા શ્રાવકોનાં ચરિત્રોનું કે સુસાધુ આદિ ઉત્તમ પુરુષોનાં ચરિત્રોનું હંમેશાં સ્વભૂમિકાની ઉચિત પ્રવૃત્તિની વૃદ્ધિ થાય તે રીતે શ્રવણ કરવું જોઈએ. જેથી તેવા ઉત્તમ પુરુષ થવાનો અભિલાષ પોતાનામાં પ્રગટ થાય; જેના કારણે પોતાને પ્રાપ્ત થયેલા ગુણોની હાનિ થાય નહિ, પરંતુ ઉત્તમ પુરુષોનાં ચરિત્રના પક્ષપાતને કારણે વિશેષ વિશેષ પ્રકારના ગુણો માટે યત્ન થાય. l૮૦/૨૧all
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
सान्ध्यविधिपालना ।।८१/२१४ ।। સૂત્રાર્થ :
સંધ્યાની વિધિનું પાલન કરવું જોઈએ. II૮૧/૨૧૪ll ટીકા :
'सान्ध्यस्य' सन्ध्याकालभवस्य 'विधेः' अनुष्ठानविशेषस्य दिनाष्टमभागभोजनव्यवहारसङ्कोचादिનક્ષસ્થ “પતિના’ અનુસેવનતિ ૮૨/૨૨૪ના ટીકાર્ચ -
સભ્યશ' .... અનુસેવનતિ | સંધ્યાનું=સંધ્યાકાળમાં થનાર એવી સંધ્યાની વિધિનું દિવસના આઠમા ભાગમાં ભોજનના વ્યવહારના સંકોચ આદિ રૂપ અનુષ્ઠાન વિશેષ રૂ૫ વિધિનું, પાલન કરવું જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮૧/ર૧૪ ભાવાર્થ
વળી, શ્રાવક સંધ્યાના સમયે લગભગ સૂર્યાસ્તના દોઢ કલાક પૂર્વે ભોજનનો વ્યવહાર=ભોજનની પ્રવૃત્તિ કરે અને ત્યારપછી ઉચિત પચ્ચખાણ કરીને સંકોચ કરે અને “આદિ' પદથી વ્યાપાર આદિનો, આરંભસમારંભનો સંકોચ કરે; કેમ કે રાત્રીના સમયે જીવહિંસા થવાની સંભાવના રહેલી છે. વળી, સંધ્યા સમયનાં ઉચિત કૃત્યો કરવા માટે તે પ્રવૃત્તિ વિદ્ગભૂત બને છે અને શ્રાવકને પ્રધાનરૂપે ધર્મશક્તિનો સંચય કરવો છે,