________________
૧પ૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨અધ્યાય-૩ | સૂત્ર-૭૬, ૭૭ ત્યાગ પોતે કરી શકે તેમ હોય તેનું પચ્ચખાણ ગ્રહણ કરે છે, જેના બળથી એટલી માત્રામાં આહાર સંજ્ઞા કંઈક કંઈક મંદ થાય છે. જેના બળથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. II૭૬૨૦ અવતરણિકા -
તથા – અવતરણિકાર્ચ -
અને – સૂત્ર :
શરીરસ્થિતી પ્રયત્નઃ II૭૭/૨૧૦). સૂત્રાર્થ -
શરીરની સ્થિતિમાં પ્રયત્ન કરે. ll૭૭/૨૧૦|| ટીકા :'शरीरस्थितौ' उचिताभ्यङ्गसंवाहनस्नानादिलक्षणायां यत्नः' आदरः, तथा च पठ्यते - "धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः ।
તતો યત્નના યથોત્તેરનુવર્તને રૂદ્દા” ] તિ રદ્દદ્દા ૭૭/ર૦પા ટીકાર્ચ -
“શરીરસ્થિતી' ..... રતિ | ઉચિત અભંગતેલ આદિનું મર્દન, સંવાહન=સમ્યમ્ રીતે વહન કરવું અને સ્નાનાદિરૂપ શરીરની સ્થિતિમાં યત્ન કરવો જોઈએ. અને તે રીતે કહેવાય છે –
“જે કારણથી ધર્મ-અર્થ-કામ અને મોક્ષરૂપ પુરુષાર્થનું શરીર કારણ છે. તે કારણથી યત્નપૂર્વક યથોક્ત અનુવર્તન વડે તેનું રક્ષણ કરવું જોઈએ. ll૧૩૬li" ().
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૭૭/૨૧૦ ભાવાર્થ
સાધુ શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ છે, તેથી સદા પૂર્ણધર્મને એવી શકે છે અને પૂર્ણધર્મના પાલન અર્થે સહાયક એવા દેહનું એટલું જ પાલન કરે છે કે જેટલો સંયમમાં દેહ ઉપયોગી બને. તે સિવાય સાધુને શરીરની શાતાનો મોહ નથી, શરીરનો મોહ નથી, કેવલ પૂર્ણધર્મના પ્રકર્ષની પ્રાપ્તિની ઇચ્છા છે. અને શ્રાવકને પણ તેવું સાધુપણું જ અત્યંત પ્રિય છે, તોપણ દેહ પ્રત્યેનું મમત્વ છે, અને શાતાની અર્થિતા છે, તેથી જ શ્રાવક ગૃહવાસમાં રહે છે, અને શરીર દ્વારા ધર્મ આદિ ચારે પુરુષાર્થને શક્તિ અનુસાર સાધવા યત્ન કરે છે અને તે પુરુષાર્થમાં પણ શ્રાવક પ્રધાન રીતે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને સાધવા યત્ન કરે છે. આમ