________________
૧૫૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૧, ૭૨
જે કારણથી કહેવાયું છે – “અન્યના ઉપકારનું કારણ મહાન ધર્મ માટે થાય છે. અધિગત પરમાર્થવાળા વાદીઓને અન્ય દર્શનકારોને, આમાં વિવાદ નથી=અન્ય જીવોમાં અનુકંપા કરવી જોઈએ એમાં વિવાદ નથી. ll૧૩૨ાા" ()
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૧/૨૦૪ ભાવાર્થ :
શ્રાવકે દયાળુ ચિત્ત નિષ્પન્ન કરવા અર્થે અને નિષ્પન્ન થયેલા દયાળુ ચિત્તને અતિશયિત કરવા માટે પોતાની શક્તિ અનુસાર દુઃખિત જીવોમાં દયા કરવી જોઈએ. સંસારના જીવો દુઃખિત કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે –
જે જીવોએ પૂર્વભવમાં પાપ કરેલ છે અને તેના ઉદયના કારણે અતિ તીવ્ર ક્લેશના આવેગવાળા છે અને શારીરિક, માનસિક આદિ દુઃખ અનુભવે છે તેવા જીવોને શ્રાવકે તેઓનાં દુઃખો દૂર થાય તેવી આહાર આદિની સામગ્રી આપીને દયા કરવી જોઈએ.
વળી, જેઓ કંઈક ભદ્રક પ્રકૃતિવાળા છે તેવા જીવોની જેમ આહારાદિ દ્વારા શ્રાવક દુઃખ દૂર કરે છે તેમ તેઓની ભૂમિકા અનુસાર આ ભવભ્રમણ અતિ ભીષણ છે તેમ વિવેકપૂર્વક બતાવીને તેઓને ભવથી વિરક્ત ભાવ થાય અને ભવના નિસ્તારના ઉપાયોને સેવવાનો પરિણામ થાય તે પ્રકારે તેઓની ભાવથી અનુકંપા શ્રાવક કરે. આ પ્રકારના દયાળુ ચિત્તથી શ્રાવકને વિશિષ્ટ પુણ્ય બંધાય છે જેથી જન્માંતરમાં ઉત્તમ ધર્મની પ્રાપ્તિનું કારણ બને અને વર્તમાનમાં પણ દયા ભાવની વૃદ્ધિથી ગુણસ્થાનકની વૃદ્ધિ થાય.
આ પ્રકારનો ઉપદેશ શ્રાવકને ગીતાર્થ સાધુ આપે છે. ll૭૧/૨૦ઝા અવતરણિકા :
તથા –
અવતરણિતાર્થ -
અને – સૂત્ર :
તોછાપવામીતા TI૭૨/૨૦૧T સૂત્રાર્થ :
લોકના અપવાદની ભીરુતા શ્રાવકે ઘારણ કરવી જોઈએ. ll૭૨/૨૦પા. ટીકા :'लोकापवादात्' सर्वजनापरागलक्षणात् 'भीरुता' अत्यन्तभीतभावः, किमुक्तं भवति? निपुणमत्या