________________
૧૫૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૪ ટીકાર્ય :
પ્રવેor . વિ પ્રાયઃ પ્રયોજનો ગુણતા અને દોષના લાભથી મિશ્રિત હોય છે, તેથી બહુગુણવાળાં પ્રયોજનોમાં શ્રાવકે પ્રવૃત્તિ કરવી જોઈએ વ્યાપાર કરવો જોઈએ. અને તે પ્રમાણે આર્ષ છે=બહુગુણવાળા પ્રયોજનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ એ પ્રમાણે શાસ્ત્રવચન છે.
“અલ્પથી અલ્પ વ્યયથી ઘણું પ્રાપ્ત કરે એ પંડિતનું લક્ષણ છે. સર્વ પ્રતિસેવામાં આ અર્થપદને આ તાત્પર્યને, જાણે વિચારક પુરુષ જાણે. ll૧૩૪i" () i૭૪/૨૦છા ભાવાર્થ :
પૂર્વસૂત્રમાં ઉપદેશકે શ્રાવકને ઉપદેશ આપતાં કહ્યું કે શ્રાવકોએ સર્વ પ્રયોજનોમાં ગુરુ-લાઘવનો વિચાર કરવો જોઈએ.
ત્યારપછી શ્રાવકે શું કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે –
શ્રાવકનાં ધર્મ-અર્થ અને કામરૂપ જે પ્રયોજનો છે તેમાં જે સંપૂર્ણ નિરવદ્ય આચરણારૂપ સામાયિક આદિ વિશિષ્ટ ક્રિયાઓ છે અને જે ક્રિયાઓ દ્વારા શક્તિના પ્રકર્ષથી સમભાવની વૃદ્ધિ શ્રાવક કરી શકે છે તે પ્રવૃત્તિવાળું પ્રયોજન ગુણ-દોષથી મિશ્ર નથી, પરંતુ એકાંતે ગુણવૃદ્ધિનું કારણ છે. પરંતુ જે શ્રાવક તે પ્રકારના સંચિત વીર્યવાળા નથી, તેથી સામાયિક આદિ પ્રવૃત્તિ કરે તો પણ તેવા ગુણની પ્રાપ્તિ ન કરી શકે અને અન્ય ઉચિત ધર્મની પ્રવૃત્તિ કરે તો ગુણની પ્રાપ્તિ કરી શકે તેવા હોય છે, તેથી શ્રાવકનાં ધર્મ-અર્થ અને કામરૂપ સર્વ પ્રયોજનોમાં પ્રાયઃ ગુણદોષની પ્રાપ્તિ હોય છે, કેમ કે તે તે પ્રવૃત્તિમાં મોક્ષને અનુકૂળ પ્રયત્ન કરી શકે છે, છતાં અલ્પ સત્ત્વને કારણે પ્રસંગે પ્રસંગે સ્કૂલના પામીને કંઈક કર્મબંધ કરે છે, તેથી શ્રાવકનાં સર્વ પ્રયોજનો પ્રાયઃ ગુણ અને દોષની પ્રાપ્તિથી મિશ્ર હોય છે. તે વખતે શ્રાવકે જે પ્રવૃત્તિમાં અધિક ગુણ દેખાય અને અલ્પ દોષ દેખાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. અને તેમાં સાક્ષી આપે છે –
પંડિત પુરુષનું લક્ષણ છે કે અલ્પ વ્યયથી ઘણા લાભને પ્રાપ્ત કરે. આથી જ જે પંડિત પુરુષ છે તેવા સાધુઓ સાધ્વાચારની અપવાદરૂપ સર્વ પ્રતિસેવામાં આ અર્થપદને જાણે છે અર્થાત્ અલ્પ વ્યયથી ઘણો લાભ છે, તેનો નિર્ણય કરીને અપવાદિક આચરણા કરે છે, પરંતુ માત્ર આવશ્યકતા છે અને નિર્દોષની પ્રાપ્તિ નથી એ પ્રમાણે વિચારીને અપવાદનું સેવન કરતા નથી તેમ વિવેકસંપન્ન શ્રાવક ઉત્સર્ગથી સંયમ ગ્રહણ કરવું ઉચિત છે એ પ્રમાણે જાણે છે, છતાં પોતાનું ઉત્સર્ગમાર્ગ સેવવાનું સામર્થ્ય નથી તેથી કામની પ્રવૃત્તિ કરે ત્યારે પણ ગુરુ-લાઘવનો વિચાર કરે. આથી જ વિવેકસંપન્ન શ્રાવક કામની ઇચ્છા થાય ત્યારે પણ ભગવાનનાં વચનને યાદ કરે છે અને વિચારે છે કે ભગવાને “સત્ન વીમા વિષે #ામ....” ઇત્યાદિ કહ્યું છે. તે સૂત્રનું ભાવન કરીને કામની ઇચ્છા શાંત ન થાય તો ચિત્ત ક્લેશને પામીને આત્મહિત સાધી શકે નહિ; કેમ કે અન્ય ધર્મની પ્રવૃત્તિ પણ શિથિલ થાય છે, તેથી વિવેકપૂર્વક અશક્ય પરિહાર જણાય એટલી જ કામની પ્રવૃત્તિ કરીને વિશેષ પ્રકારે ધર્મના સેવન માટે શ્રાવક યત્ન કરે છે. જેથી કામની પ્રવૃત્તિ ક્ષીણ ક્ષીણતર થાય, તેથી વિવેકસંપન્ન શ્રાવકની કામની પ્રવૃત્તિ પણ ગુરુ-લાઘવના આલોચનપૂર્વક બહુ ગુણવાળી હોય છે, તે રીતે અર્થ-ઉપાર્જન આદિની પ્રવૃત્તિ પણ ગુરુ-લાઘવના આલોચનપૂર્વકની હોય છે. ૭૪/૨૦ગા.