________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૦ ટીકાર્ચ -
કેન્દ્રશ્ય ..... વાવા રૂતિ | કંદર્પ, કૌત્સુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્ય અધિકરણ અને ઉપભોગનું અધિકપણું એ પ્રમાણે સમાસ છે=સૂત્રનો સમાસ છે. ત્યાં કંદર્પ કામ છે. તેનું કારણ એવો વિશિષ્ટ વાફપ્રયોગ પણ કંદર્પ જ છે અર્થાત્ મોહનું ઉદ્દીપક એવું વાકુકર્મ છે એ પ્રકારનો ભાવ છે. અને અહીં અનર્થદંડવિરમણવ્રતના વિષયમાં, સામાચારી છે – શ્રાવકે જોરથી હાસ્ય કરવું કલ્પતું નથી. જો હસવું પડે તેવું હોય તો સહેજ જ હસવું જોઈએ. IIળા અને કૌત્કચ્ય-કુત્સિત સંકોચનાદિ ક્રિયાથી યુક્ત તેનો ભાવ કૌત્કચ્ય અર્થાત્ અનેક પ્રકારના મુખ-ચક્ષુ આદિના વિકારપૂર્વક પરિહાસાદિજનિત ભાંડની જેમ વિડંબનક્રિયા. અહીં સામાચારી છે=કૌત્સુચ્યતા વિષયમાં સામાચારી છે. તેવા પ્રકારનું બોલવું કલ્પતું નથી, જેનાથી લોકોને હાસ્ય ઉત્પન્ન થાય. એ રીતે ગતિથી જવા માટે કે સ્થાનથી રહેવા માટે પણ શ્રાવકને કલ્પતું નથી જેનાથી લોકોને હાસ્ય થાય. અને આ બન્ને કંદર્પ અને કૌત્કચ્ય પ્રમાદ આચરિત વ્રતના અતિચાર જાણવા પ્રમાદની આચરણના ત્યાગરૂપ વ્રતના અતિચારો જાણવા; કેમ કે તે બન્નેનું પ્રમાદરૂપપણું છે. llરા અને મુખ છે જેને તે મુખર; તેનો ભાવ અથવા તેનું કર્મ તે મૌખર્ય ધૃષ્ટતાવાળું અસભ્ય, અસત્ય, અસંબંધ પ્રલાપીપણું મૌખર્ય છે. અને આ=મોખર્ય, પાપોપદેશવ્રતનો પાપોપદેશ વિરમણવ્રતનો અતિચાર છે; કેમ કે મુખરપણું હોતે છતે પાપોપદેશનો સંભવ છે. ll૩ાા અને અસમીક્ષ્ય જ તેવા પ્રકારના કાર્યનો વિચાર કર્યા વગર જ પ્રવણપણાથી કાર્ય કરે એ પ્રકારના સમર્થપણાથી, જે વ્યવસ્થાપિત અધિકરણ વાસી રંઘો, ઉદૂખલઃખાંડણી, શિલાપત્રક વાટવાનો પત્થર, ગોધૂમચંદ્રાદિ ઘંટી આદિ રૂપ અધિકરણ તે અસમીક્ષ્ય અધિકરણ છે. અહીં સામાચારી છે – શ્રાવકે સંયુક્ત ગાડાં આદિ ધારણ કરવાં જોઈએ નહીં. અને આરઅસમીસ્ય અધિકરણ એ હિંસાના દાનના વ્રતનો અતિચાર છે=હિંસાના સાધનના દાનના વિરમણવ્રતનો અતિચાર છે.
અને ઉપભોગનું ઉપલક્ષણપણું હોવાથી પૂર્વમાં કહેલા સ્વરૂપવાળા ભોગનું અધિકપણું અતિરિક્તતા તે ઉપભોગ અધિકપણું છે. અહીં પણ સામાચારી છે. ઉપભોગની અતિરિક્તતા જો ઘણા તેલઆમળાને ગ્રહણ કરે ત્યારે તેના લીલ્યપણાથી ઘણું સ્નાન કરવા માટે તળાવ આદિમાં જાય છે અને તેનાથી પોરા વગેરેનો અધિક વધ થાય છે. આ રીતે તાંબૂલાદિમાં પણ વિભાષા છે=વિકલ્પ છે. અને આ પ્રમાણે=અતિશય ભોગ કરવા શ્રાવકને કલ્પતા નથી, તેથી ઉપભોગમાં શું વિધિ છે ? ત્યાં સ્તાનના વિષયમાં ઘરમાં સ્નાન કરવું જોઈએ. અને જો ત્યાં=ઘરમાં નહાવાની સામગ્રી નથી તો તેલ આમળા વડે શિરનું ઘર્ષણ કરીને તે સર્વને આમળાને ઝાટકીનેaખંખેરીને તળાવ આદિના તટમાં બેઠેલો અંજલિ વડે સ્નાન કરે. અને જે પુષ્પાદિમાં કુંથ આદિ હોય તેનો પરિહાર કરે. અને આ અધિક પ્રમાણમાં ભોગ-ઉપભોગનો પરિહાર કરવો એ પ્રમાદઆચરિત વ્રત જ છે; કેમ કે અધિક ભોગ-ઉપભોગનું પ્રમાદઆચરણનું વિષયપણું છે. વળી, અપધ્યાન આચરિત વ્રતમાં અનાભોગ