________________
૧૨૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-પ૪ અવતરણિકા :
તત: – અવતરણિકાર્ચ -
ત્યારપછી શ્રાવક અવ્ય શું કરે ? તે બતાવે છે – સૂત્રઃ
મામૈપરતા TIધ૪/૧૮૭ની સૂત્રાર્થ :
ત્યારપછી આગમકપરતા=આગમને સન્મુખ રાખીને તેના વચન અનુસાર સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. આપ૪/૧૮૭ll. ટીકા :
'आगमो' जिनसिद्धान्तः स एवैको न पुनरन्यः कश्चित् सर्वक्रियासु 'परः' प्रधानो यस्य स तथा, तस्य भावः 'आगमैकपरता,' सर्वक्रियास्वागममेवैकं पुरस्कृत्य प्रवृत्तिरिति भाव इति ।।५४/१८७।। ટીકાર્ય :
માનો' ... માવતિ | સર્વ ક્રિયાઓમાં આગમ=જિતસિદ્ધાંત, તે એક પર છે=પ્રધાન છે, વળી અન્ય કંઈ નહિ જેને તે તેવું છે=આગમચેકપર છે, તેનો ભાવ એ આગમચેકપરતા=સર્વ ક્રિયાઓમાં આગમને જ એક આગળ કરીને પ્રવૃત્તિ કરવી એ પ્રકારનો ભાવ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. i૫૪/૧૮શા ભાવાર્થ :
વિવેકસંપન્ન શ્રાવક સ્વભૂમિકા અનુસાર દેશવિરતિને ગ્રહણ કર્યા પછી તે દેશવિરતિ સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને તે રીતે સેવવાના અત્યંત અર્થી હોય છે; પરંતુ માત્ર સ્વીકારાયેલી દેશવિરતિમાં સંતોષ વૃત્તિવાળા હોતા નથી; તેથી શ્રાવક સાધુ પાસે પ્રતિદિન સાધુની સામાચારી સાંભળે છે તે સાધુસામાચારીનાં સૂક્ષ્મ અર્થોનું આલોચન કરે છે અને વિચારે છે કે કઈ રીતે મારી દેશવિરતિનું પાલન શીધ્ર સર્વવિરતિનું કારણ બને તે અર્થે સાધુ પાસેથી શ્રવણ કરાયેલી સાધુસામાચારીને સદા સ્મૃતિમાં રાખીને તેની પ્રાપ્તિનું એક કારણ બને તે રીતે આગમચેકપર થઈને સર્વ પ્રવૃત્તિઓ કરે છે. આથી જ વિવેકસંપન્ન શ્રાવક ભગવાનની પૂજા કરવા માટે યત્ન કરે ત્યારે પણ સાધુ પાસેથી શ્રવણ કરેલી સાધુ સામાચારી દ્વારા મહાત્માઓ કઈ રીતે ભગવાનનાં વચનને પરતંત્ર થઈને સર્વ સંગથી પર થઈ રહ્યા છે, તેને સ્મરણમાં રાખીને વિચારે છે કે