________________
૧૨૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫૪, પપ
ભગવાન સર્વ સંગથી પર અવસ્થાની પરાકાષ્ઠાને પામેલા છે માટે તેમની પૂજાથી મારામાં પણ આવી ઉત્તમ સામાચારી પાળવાની શક્તિ પ્રગટે. આ રીતે શ્રાવક અંતરંગ ઉદ્યમમાં તત્પર થઈને આગમવચન અનુસાર પોતાની દેશવિરતિની સર્વ ક્રિયાઓ કરે છે, જેથી પૂજાની ક્રિયા કે દેશવિરતિની અન્ય સર્વ ક્રિયાઓ સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચયનું પ્રબળ કારણ બને છે. પ૪/૧૮ના અવતરણિકા :
તતઃ - અવતરણિતાર્થ -
ત્યારપછી શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે – સૂત્ર :
શ્રુતશવપાનનમ્ પધ/૧૮૮ સૂત્રાર્થ:
ત્યારપછી મૃતનું આગમથી પ્રાપ્ત થયેલા અર્થનું શક્ય પાલન કરવું જોઈએ. પ૫/૧૮૮ ટીકા -
'श्रुतस्य' आगमादुपलब्धस्य 'शक्यस्य' अनुष्ठातुं पार्यमाणस्य ‘पालनम्' अनुशीलनं सामायिकપોષણાિિત પ૧/૧૮૮ાા ટીકાર્ય :
શ્રુતસ્થ'....પોષણાિિત | શ્રુતના આગમતા, શ્રવણથી ઉપલબ્ધ એવા અર્થતા, શક્યનું અનુષ્ઠાન કરવા માટે શક્ય હોય એવા અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ સામાયિક-પૌષધ આદિ અનુષ્ઠાનોનું પાલન કરવું જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૫/૧૮૮ ભાવાર્થ :
મોક્ષપ્રાપ્તિના અત્યંત અર્થી એવા શ્રાવકો દેશવિરતિ ગ્રહણ કર્યા પછી સાધુ પાસે પ્રધાનરૂપે સાધુસામાચારી સાંભળે છે અને તે સાધુ-સામાચારી પાળવાની શક્તિ દેશવિરતિનાં સામાયિક, પૌષધ આદિ અનુષ્ઠાનોથી કઈ રીતે પ્રગટ થાય છે તેના રહસ્યને સુસાધુ પાસેથી પૃચ્છા આદિ કરીને નિર્ણય કરે છે અને નિર્ણત થયેલા અર્થોનું આલોચન કરવા દ્વારા પોતાની સામાયિક આદિની ક્રિયાઓ સર્વવિરતિ સાથે કારણરૂપે એકવાક્યતાથી કઈ રીતે સંબંધિત છે? તેના પરમાર્થને જાણીને અને પુનઃ પુનઃ ભાવન કરીને