________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬૦, ૬૧
અન્યત્ર પણ કહેવાયું છે
“ભાવના પ્રધાનથી અર્થપદોની સમ્યક્ વિચારણા કરવી જોઈએ. બહુશ્રુત એવા ગુરુ પાસેથી વિષયમાં=વિચારણા કરાયેલા અર્થરૂપ વિષયમાં, સ્થાપન કરવું જોઈએ=આત્માને સ્થાપન કરવું જોઈએ. ।।૧૨૭।।” (પંચવસ્તુક ગાથા૮૬૫)
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૬૦/૧૯૩||
ભાવાર્થ:
અત્યંત કલ્યાણના અર્થી શ્રાવકો નિપુણતાપૂર્વક સૂક્ષ્મ ભાવોથી ચિંતવન કરે છે, જે સ્થાનમાં પોતે તેનો નિર્ણય કરી શકતા નથી તેવા ગંભીર સ્થાનો વિષે ગુરુ સમીપ પૃચ્છા કરે છે અને ગુરુપણ તે શ્રાવકને પુછાયેલા તે સ્થાનોનો યથાર્થ નિર્ણય થાય તે રીતે કથન કરે છે. અને તત્ત્વના અર્થી શ્રાવક અત્યંત ઉપયોગપૂર્વક તે અર્થોનું અવધારણ કરે છે.
તેમાં સાક્ષીરૂપે કહે છે
ભાવના પ્રધાનથી અર્થપદની સમ્યક્ વિચારણા કરવી જોઈએ.
આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે માત્ર જાણવા માટે પૃચ્છા કરવાની નથી પણ નિર્ણીત થયેલા પદાર્થોથી આત્માને અત્યંત ભાવિત કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તે રીતે આત્માને સંપન્ન કરવો છે, તેથી આત્મકલ્યાણ માટે ઉપયોગી એવાં અર્થપદોની આત્માને સ્પર્શે એ પ્રકારે શ્રાવકે સમ્યક્ વિચારણા કરવી જોઈએ. અને બહુશ્રુત એવા ગુરુ પાસેથી તે પદાર્થોનો નિર્ણય ક૨ીને આત્માને તે પદના ઉચિત અર્થમાં સ્થાપન ક૨વો જોઈએ જેથી તે પદાર્થથી ભાવિત થયેલો આત્મા ઉત્તરોત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. ll૬૦/૧૯૩ll
અવતરણિકા :
तथा
૧૩૬
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર ઃ
તાનાવિવ્હાર્યામિયો નઃ ||૬૧/૧૬૪।।
સૂત્રાર્થ :
ગ્લાનાદિ સાધુ કે સાધર્મિક આદિનાં કૃત્યોમાં અભિયોગ કરવો જોઈએ. II૬૧/૧૯૪
=