________________
૧૪૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩| સૂત્ર-૬૬
સૂત્રાર્થઃ
ધર્મમાં ધનબુદ્ધિ કરવી જોઈએ. IIકg/૧૯૯ll ટીકાઃ_ 'धर्म' श्रुतचारित्रात्मके सकलाभिलषिताविकलसिद्धिमूले 'धनबुद्धिः' 'मतिमतां धर्म एव धनम्' इति परिणामरूपा निरन्तरं निवेशनीयेति ।।६६/१९९।। ટીકાર્ચ -
“ઘ'... નિવેશનીતિ | સકલ અભિલપિતના અવિ એવા સિદ્ધિના મૂળભૂત એવા શ્રુતચારિત્રાત્મક ધર્મમાં ધનબદ્ધિ કરવી જોઈએ અર્થાત્ મતિમાન પુરુષનો ધર્મ જ ધન છે એ પ્રકારના પરિણામરૂપ ધનમાં નિરંતર બુદ્ધિનો નિવેશ કરવો જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૬/૧૯૯ો. ભાવાર્થ :
વળી, શ્રાવક જેમ બાહ્ય દ્રવ્યમાં સંતોષને ધારણ કરે તેમ અંતરંગ રીતે ધર્મરૂપી ધનની વૃદ્ધિ માટે અવશ્ય યત્ન કરે અને જો તે પ્રકારનો કોઈ ઉદ્યમ ન કરે તો પોતાની આજીવિકાનું સાધન પ્રાપ્ત થઈ જાય અને ધનઉપાર્જન માટે કોઈ યત્ન ન કરે તો પ્રમાદને પોષણ કરીને સંસારની વૃદ્ધિને પ્રાપ્ત કરે, તેથી શ્રાવકે વિચારવું જોઈએ કે સંસારનું તુચ્છ ધન માત્ર આલોકનાં જ અસારભૂત સુખોને પ્રાપ્ત કરાવી શકે છે. જ્યારે શ્રુતચારિત્ર રૂપ ધર્મ સમ્યક સેવવામાં આવે તો જીવને જે કાંઈ અભિલષિત છે તે સર્વ અભિલષિતની પ્રાપ્તિનું અવિકલ કારણ શ્રુતચારિત્ર ધર્મ છે માટે જે કાંઈ પણ પોતાના જીવનમાં ધન કમાવા માટેના સંયોગો હોય તે સર્વ સંયોગોનો ઉપયોગ શ્રુતચારિત્ર રૂપ ધર્મની પ્રાપ્તિમાં જ કરવો જોઈએ.
અહીં વિશેષ એ છે કે શ્રુતજ્ઞાન ભગવાનનાં વચન રૂપ છે અને જે શ્રાવક પોતાના સંયોગ અનુસાર શ્રતધર્મના મર્મને યથાર્થ જાણવા યત્ન કરે છે તે યથાર્થ બોધાત્મક જ્ઞાન શ્રતધર્મ છે. અને તે શ્રુતથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે તે ચારિત્ર રૂપ ધર્મ છે. આ રીતે શ્રુતઅધ્યયન અને તેનાથી વાસિત થયેલા પરિણામરૂપ ચારિત્ર એ બંને શ્રુત-ચારિત્ર રૂપ ધર્મ આત્મામાં સંસ્કારરૂપે રહે છે. તે શ્રુત-ચારિત્ર માટે કરાતા યત્નકાળમાં બંધાયેલું ઉત્તમ કોટિનું પુણ્ય આત્મા સાથે રહે છે. તે પુણ્ય અને શ્રુત-ચારિત્રના સંસ્કારથી સહિત પોતાનો આત્મા અન્ય ભવમાં જાય છે, તે પુણ્યરૂપ અને શ્રુત-ચારિત્રના સંસ્કારરૂપ ધર્મ આત્માની સર્વ અભિલષિત પ્રાપ્તિનું અવિકલ કારણ છે, તેથી તે મહાત્મા જન્માંતરમાં ઉત્તમ ભોગો, ઉત્તમ સામગ્રી અને અંતે પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક ધર્મનું અર્જન કરીને મોક્ષસુખને પામે છે. II૬૬/૧૯લા