________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫, ૬૬.
૧૧
ટીકાર્ય :
‘ત્યે' ...... તિ || દ્રવ્યમાંaધન-ધાત્યાદિ વિષયમાં, સંતોષપ્રધાનતા=પરિમિત જ નિર્વાહ માત્ર હેતુ એવા દ્રવ્યથી સંતોષવાળા ધાર્મિક જીવોએ થવું જોઈએ; કેમ કે અસંતોષનું અસુખનું હેતુપણું છે અસંતુષ્ટ જીવ અધિક અધિક ધનાદિમાં ઉદ્યમ કરીને શ્રમાદિરૂપ દુઃખની પ્રાપ્તિ કરે તેમાં અસંતોષનું હેતુપણું છે. જે કારણથી કહેવાયું છે –
અતિઉષ્ણ એવા ઘીયુક્ત અન્નથી અને અછિદ્રવાળાં વસ્ત્રોથી અને પરના ચાકર ભાવના અભાવથી શેષને ઇચ્છતો અધઃ પડે છે. II૧૨૮.” () ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તથા –
“સંતોષઅમૃતથી તૃપ્ત શાંતચિત્તવાળા જીવોને જે સુખ છે તેને સુખ, ધનલુબ્ધ આમતેમ દોડતા પુરુષોને ક્યાંથી હોય? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૨૯ )
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. I૫/૧૯૮ી. ભાવાર્થ :
મોક્ષના અર્થી શ્રાવકે સદા વિચારવું જોઈએ કે સર્વ બાહ્ય પદાર્થોની સર્વથા ઇચ્છા વગરના અસંગ અનુષ્ઠાનવાળા મુનિઓને જે સુખ છે તેવું સુખ સંસારવર્તી કોઈ જીવોને સંભવે નહિ. અને તેવા સુખની પ્રાપ્તિના ઉપાયરૂપે ભગવાને સર્વવિરતિરૂપ સંયમને કહેલ છે, પરંતુ પોતાનામાં સર્વવિરતિસંયમને અનુકૂળ સંતોષ પ્રગટ્યો નથી, તેથી શરીરના શાતાના અર્થે ભોગનાં સાધનોની ઇચ્છા વર્તે છે અને તેના અર્થે ધનસંચય આદિમાં ઉદ્યમ કરીને પોતે ક્લેશને પામે છે તોપણ અધિક ક્લેશના વારણ અર્થે પોતાને આજીવિકામાં ઉપઘાત ન થાય તેવું ધન આદિ પ્રાપ્ત થયું હોય તો તેમાં સંતોષને ધારણ કરીને અધિક અધિક ઉપાર્જનના ક્લેશના પરિહાર અર્થે ઉદ્યમ કરવો જોઈએ. જેથી અસંતોષની કદર્થના થાય નહિ, આ પ્રમાણે શ્રાવક ભાવન કરે તો અધિક લોભની વૃત્તિ શાંત થાય છે. આ9પ/૧૯૮૫ અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
ઘર્મે ઘનવૃદ્ધિ: Tદ્દ૬/૦૨૨