________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૩ | સૂચ-૬૭, ૬૮
૧૪૫ () જિનભવનનું કરાવણ -
શ્રાવકને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ હોય છે, તેથી શક્તિસંપન્ન શ્રાવક પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રવિધિને જાણીને જિનભવન કરાવે. શાસ્ત્રવિધિ અનુસાર કરાયેલ જિનભવન વીતરાગ પ્રત્યેના વધતા જતા બહુમાનને કારણે સર્વવિરતિનું શીધ્ર કારણ બને છે, તેથી પોતાના આત્મામાં જિનશાસનની ઉન્નતિ થાય છે અને તે જિનભવનના નિર્માણથી યોગ્ય જીવો પણ ભગવાનના શાસન પ્રત્યે રાગવાળા થાય છે. તેઓમાં પણ જિનશાસનની પ્રાપ્તિનું બીજ પડે છે, તેથી શાસનની ઉન્નતિ થાય છે. માટે ઉચિત પ્રયત્નપૂર્વક અને અંતરંગ વિવેકપૂર્વક કરાયેલા જિનભવનથી શાસનની ઉન્નતિ થાય છે. (૭) યાત્રા સ્નાત્રાદિ વિવિધ પ્રકારના ઉત્સવ સંપાદન :
વિવેકસંપન્ન શ્રાવક વીતરાગ પ્રત્યે અત્યંત ભક્તિવાળા હોય છે અને વીતરાગ પ્રત્યેની અત્યંત ભક્તિની વૃદ્ધિ અર્થે અત્યંત વિવેકપૂર્વક તીર્થયાત્રાએ જાય, અત્યંત વિવેકપૂર્વક સ્નાત્રાદિ કરે કે સ્વશક્તિ અનુસાર ઉચિત ઉત્સવો કરે તે સર્વમાં ભગવાન પ્રત્યે વધતી જતી ભક્તિ હોવાના કારણે પોતાના આત્મામાં ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે જેથી પોતાના આત્માને આશ્રયીને શાસનની ઉન્નતિ થાય છે. વળી, વિવેકપૂર્વકની તે પ્રવૃત્તિને જોઈને અન્ય યોગ્ય જીવોને પણ ભગવાનના શાસન પ્રત્યે જે બહુમાન આદિ થાય છે તેનાથી તે જીવોમાં ભગવાનના શાસનની પ્રાપ્તિનાં કારણભૂત બીજ પડે છે જે શાસનની ઉન્નતિ સ્વરૂપ છે. અને જે શ્રાવકો અંતિવિવેકપૂર્વક શાસનની ઉન્નતિને કરે છે તેઓને તે સર્વ કૃત્યકાળમાં વીતરાગ પ્રત્યેનો વધતો જતો બહુમાન ભાવ વર્તે છે અને તે બહુમાન ભાવને કારણે તે મહાત્મા તીર્થંકરનામકર્મની પણ પ્રાપ્તિ કરી શકે છે. માટે શ્રાવકે સર્વ ઉચિત કૃત્યો કરીને શાસનની ઉન્નતિ કરવી જોઈએ. I૭/૨૦૦ની અવતરણિકા :
तथा
અવતરણિતાર્થ :
અને – સૂત્ર:
વિમવતિ વિધિના ક્ષેત્રદાનમ્ પાદૂ૮/ર૦૧ાા સૂત્રાર્થ :
પોતાનાં વૈભવને ઉચિત એવું વિધિપૂર્વક ક્ષેત્રને સુસાધુઓને દાન કરવું જોઈએ. II૬૮/ર૦૧II