________________
૧૩૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ અધ્યાય-૩ | સૂત્ર-૫૮, ૫૯ જેમ તેલાદિ પદાર્થોથી યુક્ત શરીર હોય તો ધૂળના રજકણો શરીર ઉપર લાગે છે, તેમ રાગ-દ્વેષના સંશ્લેષના પરિણામવાળો જીવ કર્મ બાંધે છે. આ રીતે બુદ્ધિને સ્પર્શે તે રીતે પદાર્થવ્યવસ્થાનું વારંવાર શ્રાવક ચિંતવન કરે તો શ્રાવકનું કર્મના ઉચ્છેદનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે અને તે શ્રાવકનું ચિત્ત નિપુણભાવોના ચિંતવન દ્વારા વીતરાગતાને અનુકૂળ ઉત્તમભાવોથી પોતે વાસિત બને તેવો દઢ યત્ન કરી શકે છે. IFપ૮/૧૯૧
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર:
ગુરુસમીપે અરૂનઃ સાધ૧/૧૨ાા સૂત્રાર્થ :
ગુરુના સમીપમાં પ્રશ્ન કરવો જોઈએ. આપ૯/૧૯રા. ટીકાઃ
यदा पुनर्निपुणं चिन्त्यमानोऽपि कश्चिद् भावोऽतिगम्भीरतया स्वयमेव निश्चेतुं न पार्यते तदा 'गुरोः' संविग्नगीतार्थस्य वृत्तस्थस्य च 'समीपे प्रश्नो' विशुद्धविनयविधिपूर्वकं पर्यनुयोगः कार्यः, यथा 'भगवन्! नावबुद्धोऽयमर्थोऽस्माभिः कृतयत्नैरपि, ततोऽस्मान् बोधयितुमर्हन्ति भगवन्तः' इति સાબર/રા ટીકાર્ચ -
યા. રૂતિ જ્યારે વળી નિપુણ વિચાર કરાતો કોઈક ભાવ અતિગંભીરપણું હોવાને કારણે સ્વયં જ નિર્ણય કરી શકાતો નથી ત્યારે સંવિગ્ન ગીતાર્થ અને ચારિત્રના પરિણામમાં રહેલા એવા ગુરુની સમીપમાં પ્રસ્ત કરવો જોઈએ=વિશુદ્ધ વિનયપૂર્વક અને વિધિપૂર્વક પૃચ્છા કરવી જોઈએ. કઈ રીતે પૃચ્છા કરવી જોઈએ ? તે “યથા'થી બતાવે છે – હે ભગવાન ! કરાયેલા પ્રયત્નવાળા પણ અમારા વડે આ અર્થ નિર્ણત થયો નથી, તેથી અમને ભગવાન એવા તમે બોધ કરાવો.
તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૯/૧૯૨ાા