________________
૧૩૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨, ૬૩ ટીકા :
'कृतानामकृतानां' च चैत्यकार्याणां ग्लानादिकार्याणां च 'प्रत्युपेक्षा' निपुणाभोगविलोचनव्यापारेण गवेषणम्, तत्र कृतेषु करणाभावादकृतकरणायोद्यमो विधेयः, अन्यथा निष्फलशक्तिक्षयप्रसङ्गादिति T૬૨/૨૨૫T ટીકાર્ય :
વૃત્તાનામતન' પ્રણાિિત | કૃત કૃત્યોનું અને અકૃત કૃત્યોનું ચૈત્યસંબંધી અને ગ્લાનાદિ સંબંધી જે કૃત્યો છે તેમાંથી કયાં કૃત્યો મેં કર્યો છે અને કયાં કૃત્યો થઈ શકે તેમ હોવા છતાં મેં કર્યા નથી ? તેની પ્રત્યુપેક્ષા કરવી જોઈએ=નિપુણ ઉપયોગપૂર્વક ગવેષણા કરવી જોઈએ. અને પ્રત્યુપેક્ષા કર્યા પછી તેમાં કૃતમાં, કરણનો અભાવ હોવાથી કરવાનું બાકી નહિ હોવાથી, અકૃતમાં કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. અન્યથા-અકૃત એવાં કૃત્યોમાં શક્તિ હોવા છતાં પ્રયત્ન ન કરવામાં આવે તો નિષ્ફળ એવી પોતાની શક્તિના ક્ષયનો પ્રસંગ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૬૨/૧૫ ભાવાર્થ :
અત્યાર સુધી જે જે કૃત્યો ગ્રંથકારશ્રીએ શ્રાવકને કર્તવ્યરૂપે બતાવ્યાં, તે સર્વ કૃત્યોમાંથી જે જે કૃત્યો કરવાની પોતાની શક્તિ છે, તેનું સમ્યક સમાલોચન કરીને શ્રાવક વિચારણા કરે કે, મારાથી થઈ શકે તેવાં શાસ્ત્રઅધ્યયન, ચૈત્યનાં કૃત્યો, ગ્લાનાદિનાં કૃત્યો શક્તિ અનુસાર મેં કર્યા છે કે નહિ અને જે કૃત્યો થઈ શકે તેવાં હોય છતાં મેં ન કર્યા હોય તો ફરી સ્મરણ કરીને મારે તે કૃત્યો કરવા ઉદ્યમ કરવો જોઈએ. અને શક્તિ હોવા છતાં ઉચિત કૃત્યોમાં શ્રાવક યત્ન ન કરે તો શ્રાવકની નિષ્ફળ થયેલી શક્તિ ક્ષય પામે, અર્થાત્ તે શ્રાવકને જન્માંતરમાં કલ્યાણ માટે અત્યંત ઉપકારક એવી વિશેષ શક્તિ પ્રાપ્ત થશે નહિ; કેમ કે આ ભવમાં પ્રાપ્ત થયેલી શક્તિનો ઉપયોગ નહિ કરેલ હોવાથી જન્માંતરમાં તે તે પ્રકારની શક્તિની વિકલતાની પ્રાપ્તિ થાય. માટે શ્રાવકે સૂક્ષ્મ ઉપયોગપૂર્વક કયા કયા પ્રકારની પોતાની શક્તિઓ છે ? તેનો વિચાર કરવો જોઈએ અને જે જે પ્રકારની પોતાની શક્તિઓ છે તે સર્વનો નિર્ણય કરીને સદા પોતાની પૂર્ણશક્તિને સર્વ ઉચિત કૃત્યોમાં પ્રવર્તાવવી જોઈએ. જેથી જન્માંતરમાં કલ્યાણનું કારણ બને તેવી આ ભવ કરતાં પણ વિશેષ પ્રકારની ઉચિત શક્તિઓની પ્રાપ્તિ થાય. ll૧/૧લ્પા સૂત્ર:
તdશ્વ તિવેત્તયાડડમનમ્ Tદરૂ/૧૧દ્દા સૂત્રાર્થ -
અને ત્યારપછી ઉચિત વેળાથી ગૃહાદિમાં આગમન કરે. ll૧૩/૧૯૬ાા