________________
૧૩૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૩ | સૂત્ર-૫૯, ૧૦ ભાવાર્થ :
શ્રાવકો મોક્ષના અર્થી હોય છે, તેથી પ્રતિદિન જિનવચન સાંભળે છે અને જિનવચનમાં વિશદ બોધવાળા એવા તેઓ શાસ્ત્રવચનથી પોતાને અત્યંત ભાવિત કરવા અર્થે નિપુણતાપૂર્વક સૂક્ષ્મભાવોનું ચિંતવન કરે છે, જેથી શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી શાસ્ત્રમાં કહેલા પદાર્થોનો મર્મસ્પર્શી બોધ થાય. આમ છતાં, નિપુણ રીતે ચિંતવન કરાતા પદાર્થનો કોઈક સ્થાનમાં નિર્ણય ન થાય તે સંભવે; કેમ કે સર્વ કહેલા ભાવો અતિગંભીર છે, તેથી તેવી પટ્પ્રજ્ઞાના અભાવથી કોઈક સ્થાનમાં સ્પષ્ટ નિર્ણય ન થાય તો કલ્યાણના અર્થી શ્રાવકો તે અર્થને જાણવા પ્રત્યે ઉપેક્ષા કરતા નથી પરંતુ સંવેગના પરિણામવાળા ગીતાર્થ ગુરુ પાસે ઉચિત વિનયપૂર્વક પોતાને અનિર્ણાત પદાર્થવિષયક પૃચ્છા કરે છે. અને ગુરુ પણ શ્રાવકની મતિને અનુરૂપ તે પદાર્થનો સૂક્ષ્મ બોધ કરાવે છે. IFપ૯/૧૯શા અવતરણિકા - તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
નિયાવારીમ્ II૬૦/૦૧૩ ના સૂત્રાર્થ :
નિર્ણયમાં અવધારણ કરવું જોઈએ. ll૧૦/૧૯૩II ટીકા :
'निर्णयस्य' निश्चयकारिणो वचनस्य गुरुणा निरूपितस्य 'अवधारणं' दत्तावधानतया ग्रहणम् । भणितं चान्यत्रापि - “सम्मं वियारियव्वं अट्ठपयं भावणापहाणेणं । विसए य ठावियव्वं बहुसुयगुरुणो सयासाओ ।।१२७ ।।" [पञ्चव० ८६५] त्ति । [सम्यग् विचारयितव्यमर्थपदं भावनाप्रधानेन । विषये च स्थापयितव्यं बहुश्रुतगुरोः सकाशात् ।।१।। ।।६०/१९३।। ટીકાર્ચ -
નિસ્ય' ત્તિ | નિર્ણયનું ગુરુથી નિરૂપિત નિશ્ચયકારી એવા વચનનું, અવધારણ=અત્યંત ઉપયોગપણાથી ગ્રહણ કરવું જોઈએ.