________________
૧૩૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૫૮_ કઈ રીતે અનુપ્રેક્ષણ કરવું જોઈએ ? તે “યથા'થી બતાવે છે –
“અનાદિ અનંત એવા દ્રવ્યમાં સ્વપર્યાયો પ્રતિક્ષણ જલમાં=સમુદ્રમાં, જલકલ્લોલની જેમ ઉન્મજ્જન પામે છે, નિમજ્જન પામે છે. ll૧૨પા” ()
અને
“સ્નેહથી યુક્ત એવા શરીરવાળા પુરુષનાં ગાત્ર જે પ્રમાણે રેણુથી= રજકણથી, શ્લેષ પામે છે એ રીતે રાગ-દ્વેષથી યુક્ત જીવને કર્મબંધ થાય છે ઈત્યાદિ ભાવોનું ચિંતવન કરવું જોઈએ. II૧૨૬” (પ્રથમ.પપ) ઈત્યાદિ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૫૮/૧૯૧ાા ભાવાર્થ :
વળી, શ્રાવક જેમ પોતાની શક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે અને ઉપર ઉપરનાં અનુષ્ઠાન સેવવા અર્થે ભાવથી પ્રતિબંધને ધારણ કરે છે અને તેવા ઉચિત અનુષ્ઠાન સેવનારા પુરુષોની હંમેશાં વારંવાર પ્રશંસા કરે છે અને તેઓની ભક્તિ કરે છે તેમ શ્રાવક સંસારથી વિસ્તાર પામવા માટે ભગવાનના શાસનમાં બતાવાયેલા સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય એવા પદાર્થોનું વારંવાર ચિંતવન કરે છે, જેથી સંસારના વાસ્તવિક સ્વરૂપનો સ્પષ્ટ સ્પષ્ટતર બોધ થાય, જેથી તત્ત્વથી ભાવિત થયેલી શ્રાવકની મતિ શીધ્ર સંસારને પાર પામી શકે. કઈ રીતે સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ભાવોનો શ્રાવક વિચાર કરે છે તે ટીકાકારશ્રી બતાવે છે –
જગતવર્તી દરેક પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળા છે, તેથી પોતાનો આત્મા પણ કઈ રીતે ધ્રુવ છે અને કઈ રીતે નવા નવા ભાવો રૂપે ઉત્પન્ન થઈ રહ્યો છે અને કઈ રીતે પૂર્વના ભાવોનો વ્યય થઈ રહ્યો છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરે, તો તેને જણાય કે શ્રાવકનાં આ અનુષ્ઠાનોના સેવન દ્વારા મેં મારા આત્માને આ રીતે ઉત્તમ ભાવોથી ઉત્પન્ન કર્યો છે અને પૂર્વમાં સંસારને અનુકૂળ ભાવો હતા તેનો યત્નપૂર્વક મેં વ્યય કર્યો છે, જેથી ધ્રુવ એવો મારો આત્મા આ રીતે બંધનાં કારણોનો ત્યાગ કરીને મોક્ષને અનુકૂળ ભાવોનો સંચય કરી શક્યો છે. વળી, તેમાં શક્તિ અનુસાર પ્રયત્ન ન થયો હોય તો પોતાના નિપુણ ચિંતવન દ્વારા શ્રાવકને પોતાના થયેલા પ્રમાદની સ્મૃતિ થાય છે, તેથી શક્તિ અનુસાર પ્રમાદના પરિવાર માટે શ્રાવકનું વીર્ય ઉલ્લસિત થાય છે.
વળી, તે શ્રાવક વિચારે છે કે મારો આત્મા અનાદિકાળનો છે અને અનંતકાળ સુધી શાશ્વત રહેનારો છે અને તેમાં પ્રતિક્ષણ સ્વપર્યાયો પ્રગટ થાય છે અને પૂર્વના પર્યાયો શાંત થાય છે. જેમ સમુદ્રમાં જલના કિલ્લોલો પૂર્વના શાંત થાય છે અને નવા નવા કલ્લોલો ઊઠે છે, તેમ આત્મામાં પૂર્વ પૂર્વના અવસ્થાના પર્યાયો નાશ પામે છે અને નવા નવા પર્યાયો પ્રગટ થાય છે. માટે કર્મવાળી અવસ્થાવાળો મારો આત્મા સદા સંસારના વિડંબનાના પર્યાયોમાં જ ફર્યા કરે છે અને તેનું કારણ કર્મબંધ છે. કઈ રીતે કર્મબંધ થાય છે ? તે સ્પષ્ટ કરે છે –