________________
૧૩૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૭ અવતરણિકા :
તથા – અવતરણિકાર્ચ -
અને –
સૂત્ર :
તત્કૃષ પ્રશંસોપારી સાધ૭/૦૧૦ના સૂત્રાર્થ :
તેના કર્તા પુરુષોમાં-પોતાનાથી જે અનુષ્ઠાન શક્ય નથી તે અનુષ્ઠાન કરનારા મહાત્માઓ વિષયક, પ્રશંસા અને ઉપચાર કરવો જોઈએ. Ifપ૭/૧૯ol. ટીકા - __ 'तत्कर्तृषु' आत्मानमपेक्ष्याशक्यानुष्ठानविधायिषु पुरुषसिंहेषु 'प्रशंसोपचारौ', प्रशंसा मुहुर्मुहुर्गुणगणोत्कीर्त्तनरूपा, उपचारश्च तदुचितानपानवसनादिना साहाय्यकरणमिति ।।५७/१९०।। ટીકાર્ય :
તત્કૃષ' . સાદાવ્યરમિતિ | પોતાની અપેક્ષાએ જે અનુષ્ઠાન અશક્ય છે તે અનુષ્ઠાન કરનારા પુરુષસિંહોમાં પ્રશંસા અને ઉપચાર કરવો જોઈએ=વારંવાર તેઓના ગુણના સમુદાયના સ્મરણપૂર્વક ઉત્કીર્તનરૂપ પ્રશંસા કરવી જોઈએ અને ઉપચાર કરવો જોઈએ તેમને ઉચિત એવાં અન્નપાન-વસ્ત્રાદિ દ્વારા તેઓનાં તે ઉચિત કૃત્યોમાં સહાય કરવી જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૭/૧૯૦૫ ભાવાર્થ
શ્રાવકે પોતાની શક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવીને ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનની શક્તિના સંચય અર્થે તે અશક્ય અનુષ્ઠાનમાં ભાવથી પ્રતિબંધ કરવો જોઈએ એમ પૂર્વસૂત્રમાં કહ્યું અને તે પ્રતિબંધને અતિશય કરવા અર્થે પોતાનાથી અશક્ય એવાં અનુષ્ઠાનો જે મહાત્માઓ સેવીને વિતરાગભાવને અનુકૂળ આત્માની શક્તિનો સંચય કરી રહ્યા છે તેવા ઉત્તમ પુરુષોની વારંવાર પ્રશંસા કરવી જોઈએ કે આ મહાત્માઓનો જન્મ સફળ છે, જેથી મહાપરાક્રમથી આવાં દુષ્કર અનુષ્ઠાનો સેવીને આત્મહિત સાધે છે. આ પ્રકારે વારંવાર તેવા મહાત્માઓનાં ઉત્તમ અનુષ્ઠાનોની પ્રશંસા કરવાથી તે અનુષ્ઠાનોનો પક્ષપાત અધિક અધિક થાય છે જેથી શીઘ્ર તે અનુષ્ઠાનનાં પ્રતિબંધક કર્મોનો ક્ષયોપશમ પ્રગટે છે.