________________
૧૩૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પક ઉદ્ધરણના શ્લોકમાં તદ્યોગ અત્યમાં પ્રસક્ત નારીનો વ્યાપાર છે અને સમ્યગ્દષ્ટિનો સ્વકુટુંબપરિપાલનાદિરૂપ વ્યાપાર છે.
રતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. li૫૬/૧૮૯ ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં કહ્યું કે મોક્ષના અર્થી શ્રાવકો જિનવચન શ્રવણ કર્યા પછી શક્ય એવાં અનુષ્ઠાનોનું પાલન કરે છે. વળી, તે શક્ય પાલન ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તદ્અર્થે શ્રાવકો જે અનુષ્ઠાન પોતાનાથી શક્ય નથી તેવા સાધુધર્મ આદિમાં પણ ભાવથી પ્રતિબંધને ધારણ કરે છે.
આશય એ છે કે વિવેકસંપન્ન શ્રાવક મોક્ષનો ઉપાય સાક્ષાત્ યોગનિરોધ છે તેવું જાણે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિનો એક ઉપાય વીતરાગતા છે અને વીતરાગતાની પ્રાપ્તિ પૂર્ણ સાધુધર્મના પાલનથી જ થઈ શકે, તેથી મોક્ષના અર્થી એવા શ્રાવકો પૂર્ણ સાધુધર્મના પાલન માટે શક્તિ હોય તો અવશ્ય તેના સ્વીકાર માટે યત્ન કરે; પરંતુ તેવા પ્રકારની શારીરિક શક્તિ ન હોય કે તેવા પ્રકારના નિરવદ્ય મન-વચન-કાયાના યોગો પોતે કરી શકે તેમ ન હોય કે તેવા પ્રકારના નિરવદ્ય મનવચન-કાયાના યોગોને કરવાને અનુકૂળ બાહ્ય સામગ્રીનો અભાવ હોય તેથી સાધુધર્મના અત્યંત અર્થી શ્રાવક પણ કદાચ બાહ્યથી સંયમમાં યત્ન કરે તો પણ તે પ્રકારના સંયમના પરિણામને ઉલ્લસિત ન કરી શકે તેમ જણાય ત્યારે સાધુધર્મનો સ્વીકાર ન કરે, પરંતુ ભાવથી તે સાધુધર્મના સ્વરૂપનું ચિંતન કરીને તેના પ્રત્યેનો પોતાનો રાગનો પરિણામ સદા વૃદ્ધિવાળો કરે છે.
વળી, દ્રવ્યથી સાધુધર્મની ક્રિયાનું સેવન ન હોય તો પણ વારંવાર ચિત્તમાં સાધુધર્મના ગુણોથી આત્માને વાસિત કરવાનો વ્યાપાર સાધુધર્મના પ્રતિબંધક કર્મોનો નાશ કરે છે, તેથી સાધુધર્મના સેવનના ફળને પણ પ્રાપ્ત કરે છે. આથી જ ભાવનાં પ્રકર્ષથી જો ચિત્તનો પ્રતિબંધ સાધુધર્મમાં થાય તો સાધુધર્મ સેવનારા મુનિની જેમ તે મહાત્મા પણ સાધુધર્મના સેવનના ફળ સદશ શીધ્ર સંસારનાં પારરૂપ ફળને પામે છે. જેમ બળભદ્ર મુનિના સાધુધર્મ પ્રત્યેના અત્યંત રાગને કારણે કઠિયારાને પણ બળભદ્ર મુનિની જેમ પાંચમા દેવલોકની પ્રાપ્તિ અને એકાવતારીપણાની પ્રાપ્તિ થઈ.
અહીં યોગબિન્દુના પાઠની સાક્ષી આપી. તેનાથી એ પ્રાપ્ત થાય છે જેમ કોઈ સ્ત્રીને અન્ય પુરુષ પ્રત્યે ભાવથી ચિત્ત સદા રાગવાળું હોય અને તે સ્ત્રી તેવા સંજોગોને વશ પતિની સેવા કરતી હોય તોપણ ભાવથી અન્ય પુરુષમાં રાગ હોવાને કારણે અન્ય પુરુષ વિષયક ભાવથી વ્યાપાર છે અને પાપબંધ થાય છે તેમ સમ્યગ્દષ્ટિ જીવ પોતાની શક્તિ અનુસાર મોક્ષને અનુકૂળ અનુષ્ઠાન સેવે છે અને જ્યાં પોતાની શક્તિ નથી ત્યાં તે ઉત્તમ ધર્મનું ચિંતન કરીને ભાવથી રાગને ધારણ કરે છે. તેથી તેવા પ્રકારના સંયોગમાં પોતાના કુટુંબનું પરિપાલન કરે છે ત્યારે પણ મોક્ષ અને મોક્ષના ઉપાયોમાં તેનું ચિત્ત હોવાથી જેમ તે સ્ત્રી પાબંધ કરે છે તેમ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે. માટે જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ ન હોય તે અનુષ્ઠાનમાં મહાત્મા પોતાના આત્માને ભાવથી નિયોજન કરે છે, તે મહાત્મા તે અનુષ્ઠાનના ફળને પામે છે. પs/૧૮લા