________________
૧૨૬
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૩
સૂત્રઃ
सम्यक् तदर्थालोचनम् ।।५३/१८६ ।। સૂત્રાર્થ -
ત્યારપછી સમ્યફ તઅર્થનું આલોચન કરવું જોઈએ સુસાધુ પાસેથી જે સુસાધુની સામાચારીનું શ્રવણ કરેલું છે તેના અર્થનું આલોચન કરવું જોઈએ. પ૩/૧૮૬I ટીકા -
'सम्यक्' संदेहविपर्ययाऽनध्यवसायपरिहारेण 'तदर्थस्य' वचनाभिधेयस्य (आलोचनम्=)पुनः पुनर्विमर्शनम्, अन्यथा “वृथा श्रुतमचिन्तितम्” [ ] इति वचनात् न कश्चिच्छ्रवणगुणः स्यादिति Tધ૩/૨૮દ્દા ટીકાર્ય :
સચ' સ્થાતિ સમ્યફસંદેહ, વિપર્યય અને અનવ્યવસાયના પરિહારથી, તે અર્થતંત્રઉપદેશના શ્રવણથી પ્રાપ્ત થયેલા પદાર્થનું, ફરી ફરી વિમર્શન કરવું જોઈએ. અન્યથા શ્રત ફરી ફરી વિમર્શન ન કરવામાં આવે તો અચિતિત શ્રત વૃથા છે એ પ્રકારનું વચન હોવાથી કોઈ શ્રવણનો ગુણ ન થાયaઉપદેશના શ્રવણથી કોઈ લાભ ન થાય.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૩/૧૮ ભાવાર્થ :
વિવેકસંપન્ન શ્રાવક માત્ર સાધુની સામાચારી સાંભળીને સંતોષ પામતા નથી, પરંતુ શક્તિના પ્રકર્ષથી સાધુની સામાચારીને મૃત્તિમાં રાખવા યત્ન કરે છે અને તે સાધુ સામાચારીના યથાર્થ તાત્પર્યમાં ક્યાંય સંદેહ ન રહે, ક્યાંય વિપર્યય ન થાય અને ક્યાંય અસ્પષ્ટ બોધરૂપ અનધ્યવસાય ન રહે તે રીતે અવધારણ કરે છે અને સાધુ પાસેથી તે સામાચારીને યથાર્થ અવધારણ કર્યા પછી ફરી ફરી તે સાધુ સામાચારીનો વિમર્શ કરે છે અર્થાત્ આ સાધુ સામાચારી કઈ રીતે સંગભાવમાંથી આત્માને બહાર કાઢીને અસંગભાવને પ્રાપ્ત કરાવે છે, અને પ્રાપ્ત થયેલા અસંગભાવને ઉત્તરોત્તર અતિશયિત કરે છે, જેના બળથી તે સામાચારી પાળનારા મહાત્માઓને અંતરંગ સ્વસ્થતાનું સુખ વધે છે તેના સૂક્ષ્મ મર્મને જાણવા માટે શ્રાવક સદા વિમર્શ કરે છે. અને જો તે પ્રમાણે સાધુ-સામાચારીને શ્રવણ કર્યા પછી શ્રાવક વિમર્શ ન કરે તો તે શ્રવણ કરેલી સાધુ-સામાચારીથી શ્રાવકને કોઈ ગુણ થાય નહિ; કેમ કે શાસ્ત્રમાં કહેવું છે કે “અચિન્તિત એવું શ્રત વૃથા છે”, તેથી એ ફલિત થાય કે સમ્યફ રીતે ચિંતવન કરાયેલું શ્રુત ગુણશ્રેણીની વૃદ્ધિ દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે. માટે શ્રાવકે સાધુ-સામાચારી સાંભળ્યા પછી તેના અર્થનું સદા આલોચન કરવું જોઈએ, જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય. પ૩/૧૮જા .