________________
૧૦૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૭ સૂત્રઃ
| વિદિતાનુષ્ઠાનવીર્યતતન્મયઃ Tરૂ૭/૧૭૦ ના સૂત્રાર્થ :
વિહિત અનુષ્ઠાનરૂપ વીર્યથી તેનો જય કરવો જોઈએ=અતિચારોનો જય કરવો જોઈએ એમ ઉપદેશક શ્રોતાને કહે છે. ll૩૭/૧૭ || ટીકા :
'विहितानुष्ठानं' प्रतिपन्नसम्यक्त्वादेनित्यानुस्मरणादिलक्षणं तदेव 'वीर्य' जीवसामर्थ्य तस्मात्, किमित्याह-'तज्जयः', 'तेषाम्' अतिचाराणां 'जयः' अभिभवः संपद्यते, यतो विहितानुष्ठानं सर्वापराधव्याधिविरेचनौषधं महदिति ।।३७/१७०।। ટીકાર્ય :
વિદિતાનુષ્ઠાન' ... મિિત | સ્વીકારાયેલા સમ્યક્તાદિના નિત્ય અનુસ્મરણાદિરૂપ વિહિત અનુષ્ઠાન તે જ વીર્ય જીવનું સામર્થ્ય, તેનાથી તેનો જય પ્રાપ્ત થાય છે=અતિચારોનો જય અર્થાત્ અભિભવ પ્રાપ્ત થાય છે, જે કારણથી સર્વ અપરાધરૂપ વ્યાધિના વિરેચનનું મહાન ઔષધ વિહિત અનુષ્ઠાન છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૭/૧૭૦ ભાવાર્થ
શ્રાવક સ્વીકારાયેલાં વ્રતોના પાલન દ્વારા સર્વવિરતિનો સંચય કરીને અવિરતિ આપાદક કર્મોનો નાશ કરવા માટે શક્તિનો સંચય કરે છે. આમ છતાં સત્તામાં રહેલા વ્રતના અતિચારોનાં આપાદક ક્લિષ્ટ કર્મો વિપાકમાં આવે તો સ્વીકારાયેલાં વ્રતો સર્વવિરતિની શક્તિના સંચયમાં સમર્થ બનતાં નથી, તેથી તે ક્લિષ્ટ કર્મોના જય અર્થે શું કરવું જોઈએ ? એ પ્રકારની જિજ્ઞાસાથી શ્રાવક ગુરુને પૃચ્છા કરે છે, ત્યારે ગુરુ કહે છે – “સ્વીકારાયેલા સમ્યક્તથી યુક્ત એવાં બાર વ્રતોનાં સ્વરૂપનું નિત્ય સ્મરણ આદિ કરવું જોઈએ, એ પ્રમાણે શાસ્ત્રમાં વિહિત છે અને જેઓ વ્રતોના રક્ષણના ઉપાય અર્થે શાસ્ત્રમાં વિહિત એવું અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાનનું સેવન જીવનું સર્વાર્ય છે. તે સર્વીર્યના બળથી અતિચારોનો જય થાય છે; કેમ કે અતિચારઆપાદક કર્મો જીવને પ્રમાદી કરીને અતિચાર ઉત્પન્ન કરે છે અને અતિચારોથી ભય પામેલ શ્રાવક અતિચારોના આપાદક એવા પ્રમાદના નિવારણના ઉપાયરૂપે વિહિત અનુષ્ઠાનનું દઢ અવલંબન લે છે ત્યારે તે અતિચારઆપાદક ક્લિષ્ટ કર્મ પણ તેના સર્વીર્યથી નાશ પામે છે, તેથી અતિચારોનો ઉદ્ભવ થતો નથી.” કેમ અતિચારોનો ઉદ્દભવ થતો નથી ? તેમાં ટીકાકારશ્રી યુક્તિ આપતાં કહે છે –