________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૬
૧૦૩ શાસ્ત્રમાં બતાવી છે એ વિધિથી સમ્યક્ત સહિત અણુવ્રતાદિનું પ્રદાન કરે છે, તે શ્રોતા શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત થઈને વ્રતો ગ્રહણ કરે, ત્યારે પ્રવર્ધમાન એવા વિશિષ્ટ ઉપયોગને કારણે તે શ્રોતાને સ્વીકારાયેલાં વ્રતો તત્કાળ ભાવથી પરિણમન પામે છે. વળી, ઉપદેશકે સ્વીકારાયેલાં વ્રતોના નાશના કારણભૂત સમ્યક્ત સહિત ૧૨ વ્રતોના અતિચારો શ્રોતાને બતાવેલ છે જે સાંભળીને તે શ્રોતાને તે અતિચારો પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય છે અને ભાવથી વ્રતપરિણમન પામેલા હોવાના કારણે તેવા શ્રોતાને સ્વીકારાયેલા વ્રતમાં અતિચારનો સંભવ જ નથી. આમ છતાં પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું તે પ્રમાણે ઉપદેશક શ્રોતાને કહે કે આ અતિચારોથી રહિત અણુવ્રતાદિનું પાલન વિશેષથી ગૃહસ્થધર્મ છે. ત્યાં શંકા થાય કે જે સ્વીકારાયેલા વ્રતમાં અતિચારનો સંભવ જ ન હોય તેવા વ્રતમાં અતિચારથી રહિત તેનું પાલન વિશેષથી ગૃહસ્થધર્મ છે એમ કેમ કહ્યું ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર :
क्लिष्टकोदयादतिचाराः ।।३६/१६९।। સૂત્રાર્થ :
ક્લિષ્ટ કર્મોના ઉદયથી અતિચારો થાય છે એ પ્રકારે ઉપદેશક શ્રોતાને કહે છે. [૩૬/૧૯I. ટીકા :
'क्लिष्टस्य' सम्यक्त्वादिप्रतिपत्तिकालोत्पन्नशुद्धिगुणादपि सर्वथाऽव्यवच्छिन्नानुबन्धस्य 'कर्मणो' मिथ्यात्वादेरुदयाद् विपाकात् सकाशादतिचाराः शङ्कादयो वधबन्धादयश्च संपद्यन्ते, इदमुक्तं भवतियदा तथाभव्यत्वपरिशुद्धिवशादत्यन्तमननुबन्धीभूतेषु मिथ्यात्वादिषु सम्यक्त्वादि प्रतिपद्यते तदाऽतिचाराणामसंभव एव, अन्यथा प्रतिपत्तौ तु स्युरप्यतिचारा इति ।।३६/१६९।। ટીકાર્ય :
વિ7ષ્ટ' ... તિ | ક્લિષ્ટ કર્મના=સમ્યક્ત આદિના સ્વીકારતા કાળમાં ઉત્પન્ન થયેલા શુદ્ધિના ગુણથી પણ સર્વથા અવ્યવચ્છિન્ન અનુબંધવાળા મિથ્યાત્વ આદિ કર્મના ઉદયથી=વિપાકથી, અતિચારો શંકાદિ અને વધ-બંધાદિ અતિચારો પ્રાપ્ત થાય છે. આ કહેવાયેલું થાય છે - જ્યારે તેવા પ્રકારના તથાભવ્યત્વના પરિશુદ્ધિના વશથી અત્યંત અનુબંધીભૂત મિથ્યાત્વાદિ હોતે છતે સમ્યક્તાદિ સ્વીકારે છે-શ્રાવક સ્વીકારે છે, ત્યારે અતિચારોનો અસંભવ જ છે. અન્યથા, વળી=અત્યંત અનુબંધી મિથ્યાત્વાદિ થયા ન હોય તો, સ્વીકારમાં પણ વ્રતના સ્વીકારમાં પણ, અતિચારો થાય છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. N૩૬/૧૬૯ ભાવાર્થ :ઉપદેશકના ઉચિત ઉપદેશથી જે શ્રાવકનું ચિત્ત અત્યંત ભાવિત બનેલું છે અને તેના કારણે પ્રત્યક્ષથી