________________
૧૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૫, ૪૬ સંવરની વૃદ્ધિ કરવી છે તે વિષયમાં અનાભોગાદિ દોષ પ્રાપ્ત ન થાય તે રીતે પચ્ચકખાણ ગ્રહણ કરે, જેથી પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી પચ્ચખાણની કાલાવધિ સુધી તે તે પ્રકારના ત્યાગ કરાયેલા સાવદ્યનું સેવન મનથી, વચનથી કે કાયાથી ન થાય તે પ્રકારનું દઢ વીર્ય ઉલ્લસિત થાય જેનાથી સ્વીકારાયેલું પચ્ચખાણ મહાનિર્જરાનું કારણ બને છે અને પુણ્યાનુબંધી પુન્ય દ્વારા પરલોકમાં મહાસુખનું કારણ બને છે II૪પ/૧૭૮II અવતરણિકા :
તથા – અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
यथोचितं चैत्यगृहगमनम् ।।४६/१७९ ।। સૂત્રાર્થ :
યથોચિત ચૈત્યગૃહગમન કરવું જોઈએ. li૪૬/૧૭૯ll ટીકા - __'यथोचितं' यथायोग्यं 'चैत्यगृहगमनं' चैत्यगृहे जिनभवनलक्षणे अर्हबिम्बवन्दनाय प्रत्याख्यानक्रियानन्तरमेव गमनमिति, इह द्विविधः श्रावको भवति - ऋद्धिमांस्तदितरश्च, तत्रद्धिमान् राजादिरूपः, स सर्वस्वपरिवारसमुदायेन व्रजति, एवं हि तेन प्रवचनप्रभावना कृता भवति, तदितरोऽपि स्वकुटुम्बसंयोगेनेति, समुदायकृतानां कर्मणां भवान्तरे समुदायेनैवोपभोगभावात् ।।४६/१७९।। ટીકાર્ય :
‘થોજિત'.... મોજમવાન્ ા યથોચિત પોતાની યોગ્યતા અનુસાર, ચૈત્યગૃહગમન કરવું જોઈએ જિતભવનરૂપ ચૈત્યગૃહમાં અરિહંતના બિબના વંદન માટે, પ્રત્યાખ્યાનની ક્રિયા કર્યા પછી તરત જ ગમન કરવું જોઈએ. અહીં-ચૈત્યગૃહગમનના વિષયમાં, બે પ્રકારના શ્રાવકો છે – (૧) ઋદ્ધિવાળા અને (૨) ઋદ્ધિ રહિત. ત્યાં ઋદ્ધિમાન રાજાધિરૂપ શ્રાવક સર્વસ્વપરિવારના સમુદાયથી ચેત્યાલયમાં જાય છે. આ રીતે તેના વડે પ્રવચનની પ્રભાવના કરાયેલી થાય છે અને તેનાથી ઇતર પણ સ્વકુટુંબના સંયોગથી ચૈત્યાલયમાં જાય છે, કેમ કે સમુદાયથી કરાયેલાં કૃત્યોના ઉપભોગની પ્રાપ્તિ ભવાંતરમાં સમુદાયથી જ છે. ll૪૬/૧૭૯l