________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૮, ૪૯ ટીકા :'उचितस्य' अर्हद्दिम्बानां योग्यस्य 'उपचारस्य' पुष्पधूपाद्यभ्यर्चनलक्षणस्य 'करणं' विधानम्
૪૮/૨૮૨ ટીકાર્ચ -
વિતી' . વિધાનમ્ અહમ્ બિંબોને યોગ્ય એવા ઉચિત પુષ્પ, ધૂપાદિથી અભ્યર્ચતારૂપ ઉપચારને કરવું જોઈએ. li૪૮/૧૮૧ ભાવાર્થ :
શ્રાવક વિધિપૂર્વક ચૈયાલયમાં પ્રવેશ કર્યા પછી પોતાની શક્તિ અનુસાર પૂજાની સર્વ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરે. જેથી પૂજકાળમાં ભગવાનના ગુણો પ્રત્યેનો બહુમાન ભાવ તે તે ક્રિયાથી પ્રવર્ધમાન થાય છે. અને પૂજાકાળમાં શ્રાવક ભાવન કરે છે કે ભગવાન યોગનિરોધ કરીને સિદ્ધ અવસ્થાને પામેલા છે તેમની તે અવસ્થા આત્મા માટે અત્યંત ઉપાદેય છે; કેમ કે યોગનિરોધથી આત્મા સર્વ દુઃખોનો અંત કરે છે અને પૂર્ણસુખમય મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ અવસ્થાને પામેલા ભગવાન જન્મથી માંડીને નિર્મળ મતિશ્રુત-અવધિજ્ઞાનવાળા હતા, અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હતા, મહાસત્ત્વશાળી હતા અને ઉચિતકાળે સંસારના ઉચ્છેદના ઉપાયરૂપે સંયમને ગ્રહણ કરેલ ત્યારે નિર્મળ કોટીનું મન:પર્યવજ્ઞાન પ્રગટ હતું અને આ ચાર પ્રકારના નિર્મળજ્ઞાનના બળથી ભગવાન કર્મનાશ માટે મહા પરાક્રમ ફોરવીને અસંગભાવને પામ્યા અને અંતે વીતરાગ-સર્વજ્ઞ થયા. જગતના જીવોના ઉપકાર અર્થે તીર્થની સ્થાપના કરી અને ભવના અંતે યોગનિરોધ કરીને સર્વ કર્મથી મુક્ત થયા. માટે આવા ઉત્તમ પુરુષની હું ભક્તિ કરીને તેમની આજ્ઞાના પાલનને અનુકૂળ સંચિત વીર્યવાળો થાઉં; અને તેમની જેમ મહાપરાક્રમ ફોરવીને સંસારનો અંત કરું એ પ્રકારના પ્રણિધાનપૂર્વક શ્રાવક ભગવાનની ભક્તિ કરે, જેથી પ્રદીર્ઘકાળ સુધી ભગવાનના ગુણોના ચિતવનથી તભાવને અભિમુખ જતું પોતાનું ચિત્ત ચૈત્યવંદન કરવાને અનુકૂળ ભૂમિકાને પ્રાપ્ત કરે. II૪૮/૧૮૧પ અવતરણિકા :
તતો – અવતરણિકાW :
ત્યારપછી ઉચિત સામગ્રીથી ભગવાનની પૂજા કર્યા પછી, શ્રાવક શું કરે ? તે બતાવે છે – સૂત્ર :
માવતઃ તવાદ: TI૪૧/૧૮૨TI સૂત્રાર્થ :
ભાવથી સ્તવનો પાઠ કરે. ll૪૯/૧૮ાા .