________________
૧૨૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૭, ૪૮ (૪) ચલુથી જિનપ્રતિમાનાં દર્શન થતાં અંજલિના પ્રગ્રહથી=બે હાથ જોડીને નમસ્કાર કરવાથી, (૫) મનના એકાગ્રકરણથી=વીતરાગના ગુણોને અભિમુખ મન પ્રસર્પણ પામે તે પ્રકારના મનના દઢ વ્યાપારથી, ચૈત્યગૃહમાં પ્રવેશ કરવો જોઈએ એમ અવય છે.” (ભગવતીસૂત્ર-૨/૫, જ્ઞાતાધર્મકથા પ્રથમ અધ્યયન, પૃ. ૪૨, ૫. ૧૭).
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. II૪૭/૧૮૦પા. ભાવાર્થ -
શ્રાવક પચ્ચકખાણ કર્યા પછી શાસનની પ્રભાવના થાય તે રીતે કે પોતાનું કુટુંબ ધર્મપરાયણ થાય તે રીતે કુટુંબ સાથે ચૈત્યગૃહમાં જાય ત્યારે શાસ્ત્રમાં બતાવાયેલી વિધિ અનુસાર ચૈત્યગૃહમાં પ્રવેશ કરે. અને તે પ્રવેશની વિધિનાં પાંચ અંગો છે.
પોતાના દેહ ઉપર ધારણ કરાયેલ માલા આદિ સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરે જેનાથી ભગવાન પ્રત્યેનો ઉચિત વિનય સચવાય છે. વળી, અલંકાર આદિ અચિત્ત દ્રવ્યોને ધારણ કરી રાખે, જેનાથી પોતે શોભાયમાન થવાને કારણે તે પ્રકારની ભગવાનની પૂજામાં ભાવની વૃદ્ધિ થાય છે. વળી, શ્રાવક એકસાટિકવાળું ઉત્તરાસંગઃખેસ ધારણ કરીને જિનાલયમાં પ્રવેશ કરે જે ખેસ દ્વારા પૂંજવા આદિની ક્રિયા કરીને જીવરક્ષા કરી શકે છે. અને જિનાલયમાં પ્રવેશ કરતી વખતે ચક્ષુથી પ્રતિમાનાં દર્શન થાય કે તરત બે હાથ જોડીને જિનને નમસ્કાર કરે. વળી, જિનાલયમાં પ્રવેશતી વખતે દૃઢ પ્રણિધાન કરે કે જિનાલયની પ્રવૃત્તિકાળમાં પોતાનું ચિત્ત વીતરાગના ગુણના સ્મરણપૂર્વક તેમના પ્રત્યેના ભક્તિના ભાવની વૃદ્ધિ થાય તે રીતે સર્વ ક્રિયામાં પ્રવર્તે. આ પ્રકારની ઉચિત વિધિપૂર્વક ચૈત્યગૃહમાં પ્રવેશ કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે અને વીતરાગ પ્રત્યેની ભક્તિ કરવાની ઉચિત ક્રિયામાં દઢ પક્ષપાત ઉત્પન્ન થાય છે, જે મહાનિર્જરાનું કારણ છે. I૪૭/૧૮ના
અવતરણિકા :
તત્ર ૨ -
અવતરણિતાર્થ :
અને ત્યાં=ચૈત્યગૃહમાં, શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર :
उचितोपचारकरणम् ।।४८/१८१ ।। સૂત્રાર્થ –
ઉચિત ઉપચારને કરવું જોઈએ. II૪૮/૧૮૧il