________________
૧૨૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૫૦, ૫૧ સૂત્ર -
चैत्यसाधुवन्दनम् ।।५०/१८३।। સૂત્રાર્થ -
ચૈત્ય અને સાધુને વંદન કરે. II૫૦/૧૮૩II. ટીકા :__'चैत्यानाम्' अर्हद्दिम्बानामन्येषामपि भावार्हत्प्रभृतीनां साधूनां' च व्याख्यानाद्यर्थमागतानां वन्दनीयानां 'वन्दनम्' अभिष्ट्वनं प्रणिपातदण्डकादिपाठक्रमेण द्वादशावर्त्तवन्दनादिना च प्रसिद्धरूपेणैवेति ગાપ૦/૧૮રૂા. ટીકાર્ચ -
‘ત્યાના પ્રસિદ્ધરૂપેવેતિ | અરિહંતનાં ચૈત્યોને અન્ય પણ ભાવઅરિહંત વગેરેનાં જિનબિમ્બોને અને વ્યાખ્યાન આદિ અર્થે આવેલા વંદનીય એવા સાધુઓને વંદન કરે=જિનપ્રતિમાને પ્રણિપાત દંડકાદિનાં પાઠના ક્રમથી વંદન કરે. અને પ્રસિદ્ધરૂપ એવા દ્વાદશાવર્તવંદન આદિથી સાધુઓને વંદન કરે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૦/૧૮૩ ભાવાર્થ :
વળી, ચૈત્યગૃહમાં ગયા પછી તે ચૈત્યગૃહમાં મુખ્ય જિનપ્રતિમાની સ્તવના કર્યા પછી શ્રાવક ભાવઅરિહંત વગેરેની અન્ય પણ પ્રતિમાને વંદન કરે છે. નમુત્થણે સૂત્રાદિના પાઠના ક્રમથી ચૈત્યવંદનની ક્રિયાથી વંદન કરે છે, જેથી વિશેષ પ્રકારના ભગવાનના ગુણોના પ્રણિધાન દ્વારા ભાવની વિશુદ્ધિ થાય છે. વળી, કોઈ સુસાધુ તે ચૈત્યગૃહ આદિના સ્થાને આવેલા હોય અને તે ચૈત્યગૃહના બહિમંડપ આદિમાં વ્યાખ્યાન આદિ પ્રયોજનથી બિરાજમાન હોય તો તેઓને પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા દ્વાદશાવર્ત આદિથી વંદન કરે. જેથી સર્વવિરતિને અનુકૂળ મહાવીર્યનો સંચય થાય; કેમ કે સાધુના વિદ્યમાન ગુણોના સ્મરણપૂર્વક વંદન ક્રિયાકાળમાં તેમના પ્રત્યેનો વધતો જતો બહુમાનનો ભાવચારિત્રના પ્રતિબંધક કર્મોના નાશનું કારણ બને છે. IFપ૦/૧૮૩
અવતરણિકા :
તત: –
અવતરણિકાર્ય :
ત્યારપછી શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે –