________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૬, ૪૭
ભાવાર્થ:
શ્રાવક ગૃહચૈત્યમાં ચૈત્યવંદન આદિ કરીને પચ્ચક્ખાણ કર્યા પછી ઉચિત વિધિથી જિનભવનરૂપ ચૈત્યગૃહમાં અર્થાત્ સંઘના ચૈત્યગૃહમાં જાય છે. જો તે શ્રાવક ઋદ્ધિમાન હોય તો સર્વ પોતાના પરિવાર સહિત જાય છે અને ઋદ્રિપૂર્વક તે શ્રાવકને ચૈત્યાલય જતાં જોઈને યોગ્ય જીવોને થાય છે કે આ ભાગ્યશાળી જીવો ભગવાનની ભક્તિ અર્થે કેવા વૈભવપૂર્વક જાય છે. તે જોઈને તેઓને પણ ભગવાનની ભક્તિ કરવાનો પરિણામ થાય છે, તેથી ભગવાનના શાસનની પ્રભાવના થાય છે; કેમ કે યોગ્ય જીવોમાં ધર્મપ્રાપ્તિનાં બીજોનું આધાન થાય છે. વળી જેઓ ઋદ્ધિમાન નથી તેઓ પણ પોતાના કુટુંબ સાથે ચૈત્યાલયમાં જાય છે. જે ઉત્તમ કાર્ય સમુદાયમાં તેઓ કરે છે તેના ફળરૂપે તેનું ધર્મી એવું કુટુંબ જન્માંતરમાં પણ સાથે ધર્મપરાયણ થઈને એકઠું થાય છે જેથી એકબીજાને ધર્મની વૃદ્ધિમાં પરસ્પર કારણભાવને પ્રાપ્ત કરે છે. ]]૪૬/૧૭૯]]
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્થ --
અને
સૂત્ર ઃ
-
વિધિનાઽનુપ્રવેશઃ ||૪૭/૧૮૦||
૧૧૯
સૂત્રાર્થ :
વિધિથી અનુપ્રવેશ કરે=ચૈત્યગૃહમાં પ્રવેશ કરે. II૪૭/૧૮૦]I
ટીકાઃ
'विधिना' विधानेन चैत्यगृहे प्रवेशः कार्यः, अनुप्रवेशविधिश्चायम् - " सच्चित्ताणं दव्वाणं विउस्सरणयाए १, अचित्ताणं दव्वाणं अविउस्सरणयाए २, एगसाडिएणं उत्तरासंगेणं ३, चक्खुफासे अंजलिपग्गहेणं ४, मणसो एगत्तीकरणेणं ५” [भगवतीसूत्रे २/५, ज्ञाताधर्मकथाङ्गे प्रथमाध्ययने पृ. ४२, पं.१७] [सचित्तानां द्रव्याणां व्युत्सर्जनतया अचित्तानां द्रव्याणामव्युत्सर्जनतया एकशाटिकेनोत्तरासङ्गेन चक्षुः स्पर्शे અગ્નતિપ્રપ્રદેળ મનસ પુત્વીરોન ] તિ।।૪૭/૮૦ના
ટીકાર્થ :
विधिना ત્તિ ।। વિધિથી=શાસ્ત્રમાં કહેલ વિધિથી ચૈત્યગૃહમાં પ્રવેશ કરવો જોઈએ. અનુપ્રવેશની વિધિ આ છે – “(૧) સચિત્ત દ્રવ્યોના ત્યાગથી, (૨) અચિત્ત દ્રવ્યોના અત્યાગથી, (૩) એકસાટિક ઉત્તરાસંગથી,