________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ ) અધ્યાય-૩ | સુત્ર-૪૫
૧૧૭ ટીકા -
'सम्यगि ति क्रियाविशेषणम्, ततः 'सम्यग्' यथा भवति तथा मानक्रोधाऽनाभोगादिदोषपरिहारवशात् 'प्रत्याख्यानस्य' मूलगुणगोचरस्योत्तरगुणगोचरस्य च 'क्रिया' ग्रहणरूपा, परिमितसावद्यासेवनेऽपि अपरिमितपरिहारेण प्रत्याख्यानस्य महागुणत्वात्, यथोक्तम् - "परिमितमुपभुञ्जानो ह्यपरिमितमनन्तकं परिहरंश्च ।
પ્રોતિ પરત્નો શ્રમિત મનન્ત સીધ્યમ્ સારા” ] રૂતિ ૪૧/૭૮ાા ટીકાર્ય :
“સજિતિ તિ સમ્યફ એ પ્રત્યાખ્યાન ક્રિયાનું વિશેષણ છે= પચ્ચકખાણ ગ્રહણ કરવાની ક્રિયાનું વિશેષણ છે, તેથી સમ્યફ જે પ્રમાણે થાય સમ્યફ જે પ્રકારે પ્રત્યાખ્યાનની ક્રિયા થાય, તે પ્રમાણે માન, ક્રોધ, અનાભોગ આદિ દોષના પરિહારથી મૂળગુણવિષયક અને ઉત્તરગુણવિષયક પ્રત્યાખ્યાનની ગ્રહણરૂપ ક્રિયા કરવી જોઈએ; કેમ કે પરિમિત સાવધવા આસેવામાં પણ અપરિમિતના પરિહારથી=અપરિમિત એવા સાવધતા પરિહારથી, પ્રત્યાખ્યાનનું મહાન ગુણપણું છે. જે કારણથી કહેવાયું છે –
પરિમિતને ભોગવતો અને અપરિમિત અનંતનો પરિહાર કરતો શ્રાવક પરલોકમાં અપરિમિત એવા અનંત સુખને પ્રાપ્ત કરે છે. NI૧૨૩" ()
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૪૫/૧૭૮ ભાવાર્થ :
શ્રાવકે ઊઠ્યા પછી ચૈત્યવંદન આદિ ઉચિત ક્રિયા કર્યા પછી પોતાની શક્તિ અનુસાર સમ્યફ પચ્ચખાણ કરવું જોઈએ. કઈ રીતે સમ્યગુ પચ્ચકખાણ થાય ? એથી કહે છે – માન-ક્રોધાદિ કષાયોનો અને અનાભોગાદિ દોષોનો પરિહાર કરીને પોતાના સ્વીકારાયેલા મૂળગુણઉત્તરગુણ વિષયક દિવસ દરમ્યાન સંકોચ થાય તે પ્રકારની ક્રિયારૂપ પચ્ચકખાણ કરવું જોઈએ, જેનાથી પોતાના જીવનમાં દિવસ દરમ્યાન પરિમિત સાવદ્યનું સેવન થાય અને અપરિમિત એવા સાવદ્યનો પરિહાર થાય. જેના કારણે સંવરભાવનો પરિણામ વૃદ્ધિ પામે છે. જેથી પચ્ચકખાણ મહાન ગુણવાળું બને છે.
આશય એ છે કે શ્રાવક સ્વશક્તિ અનુસાર ૧૨ વ્રતો સ્વીકાર્યા પછી પ્રતિદિન તે વ્રતોના વિષયભૂત સાવદ્ય પ્રવૃત્તિનો વિશેષ વિશેષ સંકોચ થાય તે પ્રકારે પચ્ચકખાણ ગ્રહણ કરે અને તે પચ્ચકખાણ ગ્રહણ કરવામાં કેવળ સંપૂર્ણ નિરવદ્ય પ્રવૃત્તિની શક્તિનો સંચય થાય તે પ્રકારના પ્રતિસંધાનથી પચ્ચકખાણ ગ્રહણ કરે, પરંતુ કષાયને વશ થઈને પચ્ચકખાણ ગ્રહણ ન કરે અથવા આ પચ્ચકખાણ દ્વારા મારે અંતરંગ રીતે