________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૩, ૪૪
૧૧૫
કેમ કે શ્રાવક-શ્રાવિકા આદિ જિનશાસનરૂપી નગરમાં વસે છે અને તે જિનશાસનરૂપી નગર સકલ કલ્યાણનું કારણ છે, તોપણ તેમાં વસનારા ૫૨મશ્રેષ્ઠિઓ તો=૫૨મ શ્રીમંત તો, અરિહંત આદિ પાંચ જ છે. તે આ રીતે –
અરિહંત ચાર અતિશયવાળા છે. સિદ્ધ ભગવંતો પૂર્ણ કલ્યાણને પામેલા હોવાથી પૂર્ણગુણવાળા છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સર્વ ઉદ્યમથી કલ્યાણ માટે યત્ન કરનારા છે, માટે અંતરંગ સમૃદ્ધિથી આ પાંચે પ૨મ શ્રીમંત છે અને તેવા ૫૨મ શ્રીમંતરૂપ પરમેષ્ટિથી અધિષ્ઠિત નવકારમંત્ર છે, તેથી જે શ્રાવક સૂક્ષ્મ બુદ્ધિથી પંચપરમેષ્ઠિનાં સ્વરૂપનાં સમાલોચનપૂર્વક જાગે છે તેવા શ્રાવકને આ જગતમાં પંચપરમેષ્ઠિ જ મહાશ્રીમંત જણાય છે અને તેઓને નમસ્કાર કરીને તેઓના તુલ્ય થવાની શક્તિનો સંચય કરે છે જેના બળથી સ્વીકારાયેલાં વ્રતોના સમ્યક્ પાલનનું સીર્ય સદા ઉલ્લસિત ૨હે છે. II૪૩/૧૭૬॥
અવતરણિકા :
तथा
અવતરણિકાર્ય :
અને
સૂત્ર :
-
प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवन्दनम् ।।४४/१७७।।
પ્રયત્નકૃત આવશ્યવાળા શ્રાવકે=દેહનાં આવશ્યક કૃત્યોને કરેલા એવા શ્રાવકે વિધિથી ચૈત્યાદિનું વંદન કરવું જોઈએ. II૪૪/૧૭૭]]
ટીકા ઃ
‘प्रयत्नेन' प्रयत्नवता कृतान्यावश्यकानि मूत्रपुरीषोत्सर्गाङ्गप्रक्षालनशुद्धवस्त्रग्रहणादीनि न तथा, तस्य 'विधिना' पुष्पादिपूजासंपादनमुद्रान्यसनादिना प्रसिद्धेन 'चैत्यवन्दनं' प्रसिद्धरूपमेव, 'आदि' शब्दान्मातापित्रादिगुरुवन्दनं च यथोक्तम् -
સૂત્રાર્થ
:
“चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते ।
તસ્માત્ ર્મક્ષય: સર્વ: તતઃ જ્યાળમનુતે ।।૨૨।।” [ ] ત્યાવીતિ ૨૫૪૪/૨૭૭।।
ટીકાર્ય ઃ
‘પ્રયત્નન’ ફારીતિ ।। પ્રયત્નથી પ્રયત્નવાળા એવા શ્રાવકથી, મૂત્ર-મળતો ઉત્સર્ગ, અંગનું પ્રક્ષાલન, શુદ્ધ વસ્ત્રના ગ્રહણાદિરૂપ આવશ્યક જેના વડે કરાયા છે તે તેવા છે=પ્રયત્નકૃત આવશ્યકવાળા
.....