________________
૧૧૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪૪, ૪૫ છે, તેવા શ્રાવકને વિધિ વડે પુષ્પાદિ પૂજા-સંપાદન મુદ્રાવ્યસનાદિ પ્રસિદ્ધ એવી વિધિ વડે, પ્રસિદ્ધ એવું ચૈત્યવંદન કરવું જોઈએ. ચૈત્યવંદનાદિ માં રહેલા “ગારિ’ શબ્દથી માતા-પિતા આદિ ગુરુવર્ગને વંદન કરવું જોઈએ. જે પ્રમાણે કહેવાયું છે – “ચૈત્યવંદનથી સમ્યફ શુભભાવ થાય છે તેનાથી કર્મક્ષય અને તેનાથી-કર્મક્ષયથી જીવ સર્વ કલ્યાણને પ્રાપ્ત કરે છે. II૧૨૨ા” ) આદિ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૪૪/૧૭છા ભાવાર્થ :
ઉપદેશક શ્રાવકને દેશવિરતિના સમ્યફ પાલન અર્થે સામાન્ય ચર્યા બતાવતાં કહે છે કે શ્રાવકે જાગતાની સાથે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યા પછી દેહનાં મલ-મૂત્ર આદિ આવશ્યક કૃત્ય કરવાં જોઈએ, જેથી શરીર પીડાને કારણે ભગવદ્ભક્તિમાં વ્યાઘાત ન થાય. ત્યારપછી શ્રાવક અંગેનું પ્રક્ષાલન કરે, શુદ્ધ વસ્ત્રો ધારણ કરે અને ભગવાનની ભક્તિની ઉચિત સામગ્રીપૂર્વક પોતાના ગૃહચૈત્યમાં જાય અને ઉચિત ભક્તિ સંપાદન કર્યા પછી ચૈત્યવંદન કરે અને ચૈત્યવંદન કર્યા પછી માતા-પિતા આદિ ગુરુવર્ગને વંદન કરે. જેથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાની શક્તિનો સંચય થાય છે અને ચૈત્યવંદન તો ગુણના પ્રકર્ષવાળા તીર્થકરોના ગુણગાન સ્વરૂપ છે જેનાથી સર્વોત્તમ પુરુષ પ્રત્યે તીવરાગ રૂ૫ શુભભાવ થાય છે. અને વીતરાગ પ્રત્યે થયેલા તીવ્રરાગથી સંયમ પ્રત્યેના પ્રતિબંધક કર્મોનો ક્ષય થાય છે. અને શુભભાવથી થયેલા કર્મના ક્ષયના કારણે જીવને સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આ લોકમાં પણ ઉત્તમ ચિત્ત અને ઉત્તમ પુણ્યનો વિપાક પ્રાપ્ત થાય છે અને ભવાંતરમાં પણ સદ્ગતિઓની પરંપરા દ્વારા તીર્થકર તુલ્ય અવસ્થાની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે દેહની શુદ્ધિપૂર્વક પ્રાતઃકાળમાં પ્રથમ વિધિપૂર્વક ચૈત્યવંદનાદિ કરવું જોઈએ. II૪૪/૧૭ll
અવતરણિકા :તથા -
અવતરણિયાર્થ:
અને – સૂત્ર :
सम्यक् प्रत्याख्यानक्रिया ।।४५/१७८ ।।
સૂત્રાર્થ -
સમ્યક પ્રત્યાખ્યાન કરવું જોઈએ. ll૪૫/૧૭૮.