________________
૧૦૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૮ નિદ્રામાંથી જાગે કે તરત જ પોતાનાં સ્વીકારાયેલાં વ્રતો કયા છે ? તેનું યથાર્થ પાલન થાય છે કે નહિ ? અને તે વ્રતોના પાલન દ્વારા સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય છે કે નહિ ? ઇત્યાદિનું સ્મરણ કરે છે જેથી વ્રતોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. (૨) અધિકૃત ગુણમાં બહુમાન :
શ્રાવક પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોના નિરતિચાર પાલન દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિને પામે તે માટે પોતાનાથી સ્વીકારાયેલા વ્રતોના પાલનથી થતા ગુણોમાં અત્યંત બહુમાન ધારણ કરે છે, વારંવાર તે ગુણોનું સ્મરણ કરે છે જેથી દુષ્કર પણ વ્રતોનું પાલન સુકર બને છે. (૩) પ્રતિપક્ષની જુગુપ્સા :
શ્રાવક સ્વીકારેલા વ્રતોના પાલન દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરીને, સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોય છે, તેથી પોતાનાં સ્વીકારાયેલાં વ્રતોને મલિન કરે તેવા પ્રતિપક્ષ ભાવો પ્રત્યે સદા જુગુપ્સા કરે છે. આથી જ અતિચાર આલોચન સૂત્રમાં ઉત્સુત્તો, ઉમગ્ગો આદિ વચન દ્વારા વ્રતની વિપરીત આચરણા પ્રત્યે જુગુપ્સા કરવા અર્થે શ્રાવક બોલે છે કે જે કોઈ અતિચારો થયા છે તે ઉસૂત્રરૂપ છે, ઉન્માર્ગરૂપ છે, અશ્રાવક પ્રાયોગ્ય છે ઇત્યાદિ દ્વારા પ્રતિપક્ષ પ્રત્યે જ શ્રાવક જુગુપ્સા દઢ કરે છે. (૪) પરિણતિ આલોચન :
શ્રાવકને માત્ર વ્રતોના સ્વીકારથી કે વ્રતોના બાહ્ય પાલનથી સંતોષ નથી, પરંતુ વ્રતોના પાલન દ્વારા બાહ્ય પદાર્થો પ્રત્યેનો સંગ ભાવ પોતાને ક્ષીણ ક્ષીણતર થાય છે કે નહિ તેની ચિંતા હોય છે, તેથી શ્રાવક હંમેશાં પોતાના ચિત્તની પરિણતિ પોતાના સ્વીકારાયેલા વ્રતો દ્વારા ઉત્તર ઉત્તરની ભૂમિકાને અનુરૂપ પ્રગટ થાય છે કે નહિ તેનું આલોચન કરે છે અને સમ્યગુ સેવાયેલા વ્રતોના ફળરૂપ પરિણતિ આગામી સુંદર ભવોની પરંપરા છે અને પ્રમાદથી લેવાયેલા વ્રતોની પરિણતિ આગામી ભવોમાં અનર્થોની પ્રાપ્તિ છે તેનું આલોચન શ્રાવક કરે છે. (૫) તીર્થકરની ભક્તિ :
તીર્થકર વીતરાગ સર્વજ્ઞ છે અને પોતાના તુલ્ય થવાના ઉપાયરૂપે જ તીર્થકરોએ સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ આદિ વ્રતો બતાવ્યાં છે અને પોતે પણ તે સર્વ વ્રતોને પાળીને પૂર્ણતાને પામ્યા છે, તેથી મારે પણ તેમના તુલ્ય થવું છે એ પ્રકારના અધ્યવસાયથી પૂર્ણપુરુષ એવા તીર્થંકરની શ્રાવક સદા ભક્તિ કરે છે જેથી તીર્થકરના વચન અનુસાર સ્વીકારાયેલાં વ્રતોના સમ્યફ પાલનને અનુકૂળ શક્તિનો સંચય થાય. (૬) સુસાધુજનની પથુપાસના -
સુસાધુઓ ભગવાનનાં વચનને પરતંત્ર થઈને તીર્થંકર તુલ્ય થવા અર્થે સદા ઉદ્યમવાળા છે અને શ્રાવકને પણ સુસાધુ તુલ્ય થવું છે, તેથી દેશવિરતિનાં વ્રતોનું પાલન કરે છે અને તે દેશવિરતિનું પાલન સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયનું કારણ બને, ત૬ અર્થે શ્રાવક હંમેશાં જિનવચન અનુસાર ચાલનારા સાધુઓનો